Home> India
Advertisement
Prev
Next

Lok Sabha Election 2024: ગુજરાત બાદ અહીં પણ રાજપૂતો લાલઘૂમ, કહ્યું-હંમેશા ભાજપને મત આપીએ છીએ પરંતુ...

આ મામલો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો છે. જ્યાં રાજપૂતોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો. અત્રે જણાવવાનું કે આજે 88 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. 

Lok Sabha Election 2024: ગુજરાત બાદ અહીં પણ રાજપૂતો લાલઘૂમ, કહ્યું-હંમેશા ભાજપને મત આપીએ છીએ પરંતુ...

ભાજપ કે કોંગ્રેસ કોઈ નહીં કે બીજો કોઈ પક્ષ નહીં. કોઈ કામ કરતું નથી તો અમારા હકને બેકાર કરવો એ મંજૂર નથી. અમે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ. મત માંગવા આવ્યા નહીં, મતદાન કરાવનારા મોકલી દીધા. અમે મોદી-યોગીના સમર્થક છીએ અને હંમેશા ભાજપને મત આપતા આવ્યા છીએ પરંતુ આ વખતે ધીરજનો બંધ તૂટી ગયો છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ન તો ગામમાં રસ્તાઓ સુધર્યા છે ન તો વીજળી કે પાણીની કોઈ સુવિધા મળી છે. આથી લોકસભા ચૂંટણી 2024ના મતદાનના  બહિષ્કારનો નિર્ણય લીધો. આ મામલો ઉત્તર પ્રદેશના બુલંદ શહેરનો છે. જ્યાં રાજપૂતોએ આજે મતદાનનો બહિષ્કાર કર્યો. અત્રે જણાવવાનું કે આજે 88 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. 

કેમ ભડકી ગયા સ્થાનિકો
મીડિયા રિપોર્ટ મુજબ હવે જોવાનું એ છે કે રાજપૂતોની નારાજગીની કેટલી અસર પરિણામો પર પડે છે. પરંતુ ડિબાઈ વિધાનસભા ક્ષેત્રના ગામ રામપુરમાં, ગામ યાવાપુર ખુર્દમાં, ઉંચાઈગાંવ વિકાસ ખંડ ક્ષેત્રના ગામ મદનગઢમાં અને શિકારપુરના બ્લોક પહાસુના ગામ અકરવાસમાં ગ્રામીણોએ મતદાનનો બહિષ્કાર કરીને ભારે વિરોધ વ્યક્ત કર્યો. 

ડિબાઈ તહસીલના ગામ યાવાપુર ખુર્દમાં હીરાપુર સુધી જતો રસ્તો ન બનવાથી લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો. સ્યાનાના ગામ સુલૈલા અને મદનગઢમાં અપેક્ષિત વિકાસ ન થવાથી ગ્રામીણો નારાજ છે. લોકોનું કહેવું છે કે ગામમાં પાણી ભરાય છે અને ગંદકી રહે છે. વિકાસ કાર્યોમાં ઉપેક્ષા થઈ રહી છે. મત માંગવા આવે છે અને જતા રહે છે. જીત્યા બાદ આવતા જ નથી. 

સવારે 9 વાગ્યા સુધી સુલૈલામાં 3 અને મદનગઢમાં એક મત પડ્યો હતો. બહિષ્કારની સૂચના મળતા જ મેજિસ્સ્ટ્રેટ સુમિત કુમાર ગૌતમ, ઝોનલ મેજિસ્ટ્રેટ પ્રેમવીર સિંહ, સ્યાના એસડીએમ દેવેન્દ્રપાલ સિંહ, CO ડો. અનુપ સિંહ ત્યાં પહોંચી ગયા. ભારે સમજાવટ બાદ મદનગઢમાં મતદાન તો શરૂ કરાવવામાં આવ્યું. પરંતુ લોકોએ વધુ રસ દાખવ્યો નહીં. મોટાભાગના પોલીંગ બૂથ ખાલી જોવા મળ્યા. 

ઘણું સમજાવ્યું છતાં ન માન્યા
SDM શિકારપુર પ્રિયંકા ગોયલે જણાવ્યું કે શિકારપુરના બ્લોક પહાસુના ગામ અકરવાસમાં લોકોએ મતદાન કર્યું નથી. તેમણે પોલિંગ બૂથ નંબર 199 પર મતદાનનો  બહિષ્કાર કર્યો છે. ગ્રામીણોનું કહેવું છે કે એક રસ્તો નથી બનાવ્યો. ગામમાં પાણી ભરાયા છે. નોંધનીય છે કે આજે બીજા તબક્કામાં યુપીની 8 બેઠકો અમરોહા, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, ગૌતમબુદ્ધ નગર, બુલંદશહેર, અલીગઢ, મથુરામાં મતદાન ચાલુ છે. 

91 ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. જેમાંથી 81 પુરુષો અને 10 મહિલા ઉમેદવારો છે. સૌથી વધુ મતદારો ગાઝિયાબાદમાં 29 લાખ 45 હજાર 487 અને સૌથી ઓછા બાગપતમાં 16 લાખ 53 હજાર 146 છે. ગ્રામીણોને ખુબ સમજાવવામાં આવ્યાં પરંતુ આમ છતાં તેઓ મતદાન કરવા માટે રાજી થયા નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More