Home> India
Advertisement
Prev
Next

Lok Sabha Election 2024: ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે; આ નેતાની આગાહી, BJP ની ૨૦૨૪માં ૫૦ બેઠકો ઘટશે

Lok Sabha Election 2024: ભાજપ હાલમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગત વખતે જીતેલી 300 બેઠકો પર ભાજપનું સીધુ ફોકસ છે. આ સિવાય 160 સીટોને ટાર્ગેટ બનાવી ભાજપે માઈક્રોપ્લાનિંગ કર્યું છે. આ વખતે મોદીને દિલ્હીની ગાદી પર બેસાડવાની જવાબદારી અમિત શાહના હાથમાં છે. અમિત શાહ હાલમાં ઉત્તરાયણના પર્વમાં ગુજરાતમાં હતા હવે દિલ્હી પહોંચીને લોકસભાની તૈયારીઓમાં લાગી જશે.

Lok Sabha Election 2024: ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે; આ નેતાની આગાહી, BJP ની ૨૦૨૪માં ૫૦ બેઠકો ઘટશે

Lok Sabha Election 2024: ભાજપ હાલમાં લોકસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. ગત વખતે જીતેલી 300 બેઠકો પર ભાજપનું સીધુ ફોકસ છે. આ સિવાય 160 સીટોને ટાર્ગેટ બનાવી ભાજપે માઈક્રોપ્લાનિંગ કર્યું છે. આ વખતે મોદીને દિલ્હીની ગાદી પર બેસાડવાની જવાબદારી અમિત શાહના હાથમાં છે. અમિત શાહ હાલમાં ઉત્તરાયણના પર્વમાં ગુજરાતમાં હતા હવે દિલ્હી પહોંચીને લોકસભાની તૈયારીઓમાં લાગી જશે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ફરી સરકાર બનાવવા માટે સક્રિય થઈ ગઈ છે. કોંગ્રેસે પણ લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાહુલની યાત્રા કાઢી છે. કોંગ્રેસની નજર પણ 60 બેઠકો પર છે જ્યાં કોંગ્રેસનો સીધો દબદબો છે. 

દેશમાં પ્રાદેશિક પક્ષોએ પણ લોકસભામાં પોતાનો દબદબો જાળવવા માટે ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. ભાજપ માટે મોકો હોવા છતાં મોદી શાહ કોઈ પણ રિસ્ક લેવા માગતા નથી. આ દરમિયાન જ કોંગ્રેસના નેતા શશિ થરૂરે આગાહી કરી છે કે,  ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ ૨૦૧૯ની જેમ સરળતાથી નહીં જીતે અને આ વખતે  ભાજપની લોકસભા ચૂંટણીમાં ૫૦ બેઠકો ઓછી આવશે.  ભાજપે ૨૦૧૯માં હરિયાણા, ગુજરાત અને રાજસ્થાનમાં તમામ બેઠકો જીતી હતી જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ ૧૮ બેઠકો જીતી હતી. થરૂરનો દાવો છે કે,  હવે આ  પરિણામ રિપીટ કરવા ભાજપ માટે અઘરાં છે એ જોતાં ભાજપ ૨૦૨૪માં સ્પષ્ટ બહુમતી મેળવી શકશે નહીં. ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પહેલા થયેલા પુલવામાના આતંકી હુમલા બાદ બાલાકોટ હુમલાના કારણે દેશમાં ભાજપના પક્ષમાં એક જબરદસ્ત લહેર ઉભી થઈ ગઈ હતી. આ ઘટનાને ૨૦૨૪માં રિપીટ કરી શકાય નહીં.

મોદીના છે ખાસ! BJP મોટા ફેરબદલના મૂડમાં નહીં હોય તો આ નેતા બની શકે રાષ્ટ્રીય અધ્યક્ષ

વિમાન તૂટી પડ્યું તેની ગણતરીની પળો પહેલા યુવકનું ચાલુ હતું FB લાઈવ? Viral Video

આ જાણીતી મોડલ એક વર્ષમાં ફક્ત 37 વાર જ ન્હાઈ, તેની પાછળનું કારણ જાણી ચોંકશો

ભાજપના નેતા થરૂરની વાતોને ખયાલી પુલાવ ગણાવી રહ્યા છે. તેમનો દાવો છે કે, ભાજપ ૨૦૨૪માં અત્યાર કરતાં વધારે બેઠકો જીતશે. થરૂરે કોંગ્રેસની કેટલી બેઠકો આવશે તેની ચિંતા કરી જોઈએ કેમ કે ફરી કોંગ્રેસ ૫૦ બેઠકોની અંદર જતી રહેવાની છે. કોંગ્રેસ માટે પણ આ ચૂંટણી વટનો સવાલ છે પણ સૌથી મોટી સમસ્યા એ છે કે કોંગ્રેસનો દબદબો દેશમાં ઘટતો જાય છે. જ્યાં સીધી પક્કડ હતી એ રાજ્યો હવે એમનાથી છૂટી ગયા છે.

જુઓ લાઈવ ટીવી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More