Home> India
Advertisement
Prev
Next

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે BJP એ પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતના આ નેતાઓને મળી મોટી જવાબદારી

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 23 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરી છે.

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી માટે BJP એ પ્રભારીઓની કરી જાહેરાત, ગુજરાતના આ નેતાઓને મળી મોટી જવાબદારી

ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા 23 જેટલા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ચૂંટણી પ્રભારી અને સહ પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેપી નડ્ડાએ વિનોદ તાવડે અને સાંસદ દીપક પ્રસાદને બિહારની જવાબદારી સોંપી છે. જ્યારે બૈજવંત પાંડાને ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા છે. દુષ્યંત ગૌતમને ઉત્તરાખંડની જવાબદારી મળી છે. ગુજરાતના પણ કેટલાક દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. જાણો વિગતવાર માહિતી...

આ યાદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલય પ્રભારી અરુણ સિંહ દ્વારા બહાર પાડવામાં આવી છે. ભાજપે પ્રભારીઓની જે નવી યાદી બહાર પાડી છે તે મુજબ સૌથી વધુ 3 નેતાઓને પશ્ચિમ બંગાળની જવાબદારી સોંપવામાં આવી છે. બંગાળમાં મંગળ પાંડે, અમિત માલવીય અને આશા લકડાને પ્રભારી અને સહપ્રભારી બનાવવામાં આવ્યા છે. જ્યારે યુપી જેવા મોટા રાજ્ય માટે ફક્ત એક પ્રભારીની નિયુક્તિ કરવામાં આવી છે. 

ગુજરાતના આ નેતાઓને મળી જવાબદારી
ગુજરાતમાંથી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ચંડીગઢ અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે પૂર્ણેશ મોદી અને દુષ્યંત પટેલને દમણ અને દીવની જવાબદારી સોંપવામાં આવી છે. 

ભાજપ  દ્વારા જાહેર કરાયેલા પ્રભારીઓની યાદી

1. આંદમાન અને નિકોબાર-     વાય. સત્યાકુમાર

2. અરુણાચલ પ્રદેશ-   અશોક સિંઘલ

3. બિહાર- વિનોદ તાવડે, દીપક પ્રકાશ- સાંસદ

4. ચંડીગઢ- વિજય રૂપાણી

5. દમણ અને દીવ- પુર્ણેશ મોદી વિધાયક, દુષ્યંત પટેલ

6. ગોવા- આશીષ સૂદ

7. હરિયાણા- બિપ્લબકુમાર દેવ (સાંસદ), સુરેન્દ્ર નાગર  (સાંસદ)

8. હિમાચલ પ્રદેશ-  શ્રીકાંત શર્મા (વિધાયક),   સંજય ટંડન

9. જમ્મુ અને કાશ્મીર-   તરુણ ચુઘ,  આશીષ સૂદ

10. ઝારખંડ-   લક્ષ્મીકાંત બાજપેયી (સાંસદ)

11. કર્ણાટક-   ડો. રાધામોહન દાસ અગ્રવાલ (સાંસદ), સુધાકર રેડ્ડી

12. કેરળ-   પ્રકાશ જાવડેકર

13. લદ્દાખ-    તરુણ ચુઘ

14. લક્ષદ્વીપ-    અરવિંદ મેનન

15. મધ્ય પ્રદેશ-  ડો. મહેન્દ્ર સિંહ (એમએલસી), સતીષ ઉપાધ્યાય

16. ઓડિશા-  વિજયપાલ સિંહ તોમર (સાંસદ), સુશ્રી લતા ઉસેન્ડી (વિધાયક)

17. પુડુચેરી-   નિર્મલકુમાર સુરાણા

18.  પંજાબ- વિજયભાઈ રૂપાણી (વિધાયક),  ડો. નરિન્દર સિંહ

19. સિક્કિમ- ડો. દિલીપ જાયસ્વાલ (એમએલસી)

20. તમિલનાડુ-  અરવિંદ મેનન, સુધાકર રેડ્ડી

21. ઉત્તર પ્રદેશ-   બૈજયંત પાંડા

22. ઉત્તરાખંડ-  દુષ્યંતકુમાર ગૌતમ

23. પશ્ચિમ બંગાળ-  મંગળ પાંડે (એમએલસી), અમિત માલવીય, આશા લકડા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More