Home> India
Advertisement
Prev
Next

Gujarat News: મોદીને હોમટાઉનમાં હરાવવા AAPએ ઘડી નવી રણનીતિ, પતિઓ જેલમાં પણ પત્નીઓ ઉતરશે ગુજરાતના રણમાં

Lok Sabha Election 2024: ગુજરાત વિઘાનસભામાં 14 ટકા વોટ હાંસલ કરીને રાષ્ટ્રીય પાર્ટી બની જનાર આપને કેજરીવાલના જેલવાસને પગલે મોટો ઝટકો લાગ્યો છે.  I.N.D.I.A  ગઠબંધનમાં કોંગ્રેસની સાથે મળીને લડી રહેલી આપે હવે નવેસરથી રણનીતિ બનાવવાની શરૂઆત કરી છે. કારણ કે કોંગ્રેસ આપ ભેગા મળીને ભાજપની હેટ્રીકને રોકવા માગે છે. 

Gujarat News: મોદીને હોમટાઉનમાં હરાવવા AAPએ ઘડી નવી રણનીતિ, પતિઓ જેલમાં પણ પત્નીઓ ઉતરશે ગુજરાતના રણમાં

Lok Sabha Election 2024: ગુજરાતમાં 26માંથી 26 લોકસભા સીટો જીતીને તો કોંગ્રેસ અને આપ ભાજપને હેટ્રીક મારતી રોકવા માટે મરણિયા પ્રયાસો કરી રહ્યાં છે. રાજ્યમાં ભરૂચ અને ભાવનગર સીટ પર આપે ઉમેદવાર ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 2024ની લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં છેલ્લી સભાને સંબોધી હતી. કેજરીવાલે પંજાબના સીએમ ભગવંત માન સાથે પાર્ટીનું ચૂંટણી અભિયાન "મેં ભી કેજરીવાલ" શરૂ કર્યું હતું. 

દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં જેલમાં ગયા બાદ AAPની તૈયારીઓને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાતની ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ પાસેથી ભારે જોર લગાવીને છીનવી લીધી હતી. ભરૂચ સીટ માટે AAPએ ગોવા અને ચંદીગઢ સીટ છોડવી પડી હતી. એક બેઠક મેળવવા માટે પાર્ટીએ કોંગ્રેસને બે બેઠકો આપી હતી. જેને પગલે કોંગ્રેસે પણ અહેમદ પટેલના રાજકીય વારસોની નારાજગી પણ સહન કરી લીધી હતી. 

અરવિંદ કેજરીવાલના એક નિવેદનથી શું હવે આ બે દિગ્ગજ AAP નેતા પણ ભરાશે?

આપનો પ્લાન 'B' શું છે?
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 14 ટકા મતો મેળવીને રાષ્ટ્રીય પક્ષ બનેલી AAPએ ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠકો પર તેના વર્તમાન ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે. AAP કન્વીનરની ધરપકડ બાદ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી લોકસભા ચૂંટણીમાં બંને બેઠકો પર ભાજપને ટક્કર આપવા માટે નવી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની પત્ની ગુજરાતમાં દસ્તક આપી શકે છે. તે બંને લોકસભા મતવિસ્તારોમાં પાર્ટીના ઉમેદવારો માટે કાર્યક્રમોનું આયોજન કરી શકે છે. પાર્ટી હાલમાં સુનિતા કેજરીવાલ રોડ શો કરશે કે સભા તે અંગે વિચારણા કરી રહી છે.

કચ્ચાતિવુના મુદ્દાને કેમ ચગવી રહી છે BJP, માછીમારોના સહારે 400 પાર પહોંચાશે?

ઝારખંડનો દાવ લગાવવાની તૈયારી
ભરૂચ બેઠકની લડાઈ AAP માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં આદિવાસી મતો એકત્ર કરવા માટે પાર્ટી ગુજરાતમાં ઝારખંડનો દાવ રમી શકે છે. પાર્ટી ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનની પત્ની અને ત્યાંના સીએમ ચંપાઈ સોરેનની સભાઓની શક્યતાઓ પર પણ કામ કરી રહી છે. પાર્ટીના એક નેતાએ કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી ત્રીજા તબક્કામાં છે. અમારી પાસે ચૂંટણી પ્રચાર માટે 5મી મે સુધીનો સમય છે. ભરૂચ અને ભાવનગર બેઠકો પર પાર્ટી જોરદાર લડત આપી રહી છે. સુનિતા કેજરીવાલ અને કલ્પના સોરેનને બોલાવવા અંગે રાષ્ટ્રીય નેતૃત્વ સાથે વાતચીત કરવામાં આવી છે. પક્ષના પ્રમુખ ઇસુદાન ગઢવી આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરશે. રામલીલા મેદાનની રેલીમાં સુનીતા કેજરીવાલ હાજર રહી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More