Home> India
Advertisement
Prev
Next

ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસનો વાયદો, જો સત્તામાં આવીશું તો રાજદ્રોહની કલમ રદ્દ કરાશે

લોકસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. ઘોષણા પત્રમાં ખેડૂતો, ગરીબો, બેરોજગારી અને યુવાઓ માટે અનેક વાયદા કરાયા છે. આ સાથે જ રાજદ્રોહ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાદળોને વિશેષ અધિકાર આપતા સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાનૂન (આફસ્પા) AFSPAમાં સંશોધનની પણ જાહેરાત કરી છે.

ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસનો વાયદો, જો સત્તામાં આવીશું તો રાજદ્રોહની કલમ રદ્દ કરાશે

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી માટે આજે કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો. ઘોષણા પત્રમાં ખેડૂતો, ગરીબો, બેરોજગારી અને યુવાઓ માટે અનેક વાયદા કરાયા છે. આ સાથે જ રાજદ્રોહ અને પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાદળોને વિશેષ અધિકાર આપતા સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાનૂન (આફસ્પા)માં સંશોધનની પણ જાહેરાત કરી છે. કોંગ્રેસના ઘોષણા પત્ર 'હમ નિભાયેંગે'માં કહેવામાં આવ્યું છે કે જો પાર્ટી સત્તામાં આવશે તો દેશદ્રોહના અપરાધને પરિભાષિત  કરતી ઈન્ડિયન પીનલ કોડની કલમ 124એને ખતમ કરવામાં આવશે. ઘોષણા પત્રમાં લખાયું છે કે આ કલમનો ખુબ દુરઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વોત્તરના રાજ્યોમાં સુરક્ષાદળોને વિશેષ અધિકાર આપતા સશસ્ત્ર બળ વિશેષ અધિકાર કાનૂન (આફસ્પા) AFSPAમાં સંશોધનની પણ જાહેરાત કરી છે.

લોકસભા ચૂંટણી 2019 : કોંગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કહ્યું- 'હમ નિભાયેંગે', જાણો શું કર્યાં વાયદા

પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે દિલ્હીમાં કોંગ્રેસનું ઘોષણા પત્ર બહાર પાડ્યું. આ ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો ત્યારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે સાથે યુપીએ ચેર પર્સન સોનિયા ગાંધી, પૂર્વ પીએમ મનમોહન સિંહ, પી. ચિદમ્બરમ, એ કે એન્ટોની જેવા વરિષ્ઠ નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. પ્રિયંકા ગાંધી વાડ્રા કાર્યકરો સાથે બેઠા હતાં. 

fallbacks

(તસવીર-સાભાર કોંગ્રેસ મેનિફેસ્ટો)

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મેનિફેસ્ટો જાહેર કરતા કહ્યું કે જો પાર્ટી સત્તામાં આવશે તો 20 ટકા ગરીબોને ન્યૂનતમ આવક યોજના હેઠળ વાર્ષિક 72000 આપવામાં આવશે. મહિને 6000 મળશે. પાર્ટીએ ઘોષણા પત્રને જન આવાઝ નામ આપ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે અમારા ચૂંટણી ચિન્હ હાથની થીમને ધ્યાનમાં રાખીને 5 મોટા વચન સામેલ કર્યા છે. આવો જાણીએ કોંગ્રેસે પોતાના ઘોષણા પત્રમાં કયા કયા મોટા વચનો આપ્યાં છે....

1. દર વર્ષે ગરીબ વર્ગના 20 ટકા લોકોના ખાતામાં 72,000 રૂપિયા નાખવામાં આવશે. કોંગ્રેસે આ સ્કીમ માટે 'ગરીબી પર વાર, દર વર્ષે 72,000'નો નારો આપ્યો છે. કોંગ્રેસનો લક્ષ્યાંક હશે કોઈ પણ ભારતીય પરિવાર પાછળ ન રહી જાય. 

2. 22 લાખ સરકારી નોકરીઓનું વચન પણ કોંગ્રેસે આપ્યું છે. 22 લાખ આ સરકારી રોજગાર માર્ચ 2020 સુધીમાં ભરવાનું વચન આપ્યું છે. 10 લાખ લોકોને ગ્રામ પંચાયતોમાં રોજગારી આપવાનું વચન આપ્યું છે.  3 વર્ષ સુધી યુવાઓએ કારોબાર માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર પડશે નહીં. 

3. મનરેગામાં કામના દિવસોને 100થી વધારીને 150 કરવાની જાહેરાત કરી છે. 

ચૂંટણી ઢંઢેરો: કોંગ્રેસ સત્તા પર આવશે તો 11 મહિનામાં આપશે 22 લાખ નોકરી

4. ખેડૂતો માટે અલગ બજેટ બહાર પાડવાની જાહેરાત કરી છે. જે ખેડૂતો કરજ ન ચૂકવી શકે તેમના પર અપરાધિક ગુનો નહીં પરંતુ સિવિલ ગુનો દાખલ થાય. ફક્ત કરજમાફી કરીને જવાબદારીમાંથી છૂટીશું નહીં પરંતુ ઉચિત મૂલ્ય, કૃષિમાં ઓછો ખર્ચ, બેંકો પાસેથી લોનની સુવિધાન દ્વારા અમે ખેડૂતોને 'કર્જ મુક્તિ' એટલે કે Freedom From Indebtedness તરફ લઈ જવાનું વચન આપીએ છીએ. 

5. 2023-24 સુધી સમાપ્ત થતા 5 વર્ષમાં શિક્ષા માટે બજેટ ફાળવણી બમણી કરીને જીડીપીનો 6 ટકા ભાગ શિક્ષા પર ખર્ચ કરવામાં આવશે. યુનિવર્સિટીઝ, આઈઆઈટી, આઈઆઈએમ સહિત ટોપ સંસ્થાનો સુધી ગરીબોની પહોંચ સરળ કરવાનું વચન અપાયું છે.

6. ગરીબોને સૌથી સારી સ્વાસ્થ્ય સુવિધાઓ મળે તે માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. વર્ષ 2023-24 સુધીમાં સ્વાસ્ત્ય સુવિધાઓ પર કુલ સરકારી ખર્ચને બમણુ વધારીને જીડીપીના 3 ટકા કરાશે. કોંગ્રેસે તમામ માટે સ્વાસ્થ્ય અધિકાર કાયદો લાગુ કરવા માટે વચન આપ્યું છે. દરેક નાગરિકને સ્વાસ્થ્ય સેવાઓ, જેમાં મફત ડાયગ્નોસિસ, બહિરંગ (ઓપીડી), રોગી દેખભાળ, દવાઓ, અને સાર્વજનિક હોસ્પિટલો તથા સૂચિબદ્ધ ખાનગી હોસ્પિટલોના વ્યાપક નેટવર્ક દ્વારા ભરતી સુવિધાઓના અધિકારની ગેરંટી મળશે. 

fallbacks

(તસવીર-સાભાર કોંગ્રેસ મેનિફેસ્ટો)

7. ગબ્બર સિંહ ટેક્સને અમે જીએસટીમાં ફેરવીશું. અમે સિમ્પલ ટેક્સ આપીશું. ઓછામાં ઓછો ટેક્સ લાગશે. સરળ સિમ્પલ ટેક્સ થશે. 

8. જમ્મુ અને કાશ્મીર અંગે  કોંગ્રેસે જણાવ્યું છે કે રાજ્યના ત્રણ ક્ષેત્રોના લોકોની આકાંક્ષાઓને સમજવા માટે તેમના મુદ્દાઓનું સન્માનજનક સમાધાન શોધવા માટે વાતચીત જ એકમાત્ર રસ્તો છે. અમે આ રસ્તાને અપનાવીશું. સરહદ પર પૂરી દ્રઢતાથી ઘૂસણખોરોને દૂર કરીશું અને લોકોની માગણીઓને પૂરી કરીને તથા તેમના મન જીતવા માટે પૂર્ણ નિષ્પક્ષતાથી દરેક સંભવ ઉપાય શક્ય બનાવીશું. 

9. જો પાર્ટી સત્તામાં આવશે તો દેશદ્રોહના અપરાધને પરિભાષિત  કરતી ઈન્ડિયન પીનલ કોડની કલમ 124એને ખતમ કરવામાં આવશે. ઘોષણા પત્રમાં લખાયું છે કે આ કલમનો ખુબ દુરઉપયોગ કરવામાં આવ્યો છે. 

10. હેલ્થેરમાં અમારું ફોકસ પ્રાઈવેટ હેલ્થ ઈન્શ્યોરન્સ પર નહીં હોય. તેની જગ્યાએ અમે સરકારી હોસ્પિટલોને મજબુત કરવાનું કામ કરીશું. ગરીબથી ગરીબ વ્યક્તિને સૌથી સારી સુવિધાન મળે તેની વ્યવસ્થા જો કોંગ્રેસની સરકાર આવશે તો કરવામાં આવશે. અમારું ફોકસ અત્યંત ગરીબ વ્યક્તિને હાઈ ક્વોલિટીની સુવિધા ઉપલબ્ધ કરાવવાનું છે. 

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More