Home> India
Advertisement
Prev
Next

પશુધન ગણતરી: મોદી રાજમાં વધી ગયોની સંખ્યા, 18 ટકાનો વધારો નોંધાયો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સરકારમાં ગાયોની સંખ્યામાં વધારો થયો છે. દેશના 6.6 લાખ ગામ અને 89 હજાર શહેરી વિસ્તારના વોર્ડમાં કરવામાં આવેલી પશુધન ગણતરી (Livestock Census 2019)ના આંકડા સરકારે જાહેર કર્યા છે

પશુધન ગણતરી: મોદી રાજમાં વધી ગયોની સંખ્યા, 18 ટકાનો વધારો નોંધાયો

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)ની સરકારમાં ગાયોની સંખ્યામાં વધારો થયો છે. દેશના 6.6 લાખ ગામ અને 89 હજાર શહેરી વિસ્તારના વોર્ડમાં કરવામાં આવેલી પશુધન ગણતરી (Livestock Census 2019)ના આંકડા સરકારે જાહેર કર્યા છે. તમને જણાવી દઇએ કે દેશમાં ગાયોની સંખ્યા કેટલી છે?

આ પણ વાંચો:- અયોધ્યા કેસ: પાંચ જજો આજે કોઇ કેસ નહી લે, ચૂકાદો લખવા અંગે કરશે ચર્ચા

દેશમાં કુલ પશુધનની સંખ્યા 53.5 કરોડ છે, ગૌવંસ 19.2 કરોડ, ગાયની સંખ્યા 14.5 કરોડ, આખલો કે બળદ 4.7 કરોડ, ભેંસ 10.9 કરોડ, બકરી 14.8 કરોડ, ઘેટૂં 7.4 કરોડ, ભૂંડ 90 લાખ, ઘોડા 3.4 કરોડ, ઊંટ 2.5 લાખ, મરઘા-મરઘી 85 કરોડ, ખચ્ચર 84 હજાર અને ગધેડા 1.2 લાખ છે.

આ પણ વાંચો:- PMC જ નહીં દેશની આ સહકારી બેન્કો પણ મુશ્કેલીમાં છે, વાંચો સંપૂર્ણ યાદી

ગૌવંશ, ભેંસ, મરઘા-મરઘી ઘેટૂ અને બકરીઓની સંખ્યા વર્ષ 2012ની સંરખામણીએ વધી છે. જ્યારે ઘોડા, ગધેડા, ઊંટ, ભુંડની સંખ્યા ઘટી છે. તેમાંથી સૌથી વધારે ગધેડાની સંખ્યા ઘટી છે. 2012માં ગધેડાની સંખ્યા 3.2 લાખ હતી. જ્યારે તેની સરખામણીએ 61 ટકાનો ઘટાડો નોંધાયો છે.

આ પણ વાંચો:- અયોધ્યા કેસઃ રામ વિલાસ વેદાંતી મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવન સામે દાખલ કરશે FIR

આખલો કે બળદની સંખ્યા પણ ઘટી છે. અગાઉની ગણતરીમાં 6.7 કરોડની સંખ્યા હતી. જો કે સ્થાનિક જાતિના ગોવંશ 15.1 કરોડ હતા જે હવે 14.2 કરોડ છે. દેશી ગાય હવે 9.8 કરોડ છે અને દેશી બળદ કે આખલો 4.3 કરોડ છે. જોવામાં આવ્યું છે કે, વિદેશી બ્રાન્ડના ગૌવંશ 3.9 કરોડથી વધીને 5 કરોડ થયા છે. જ્યારે તમામ જાતીની ગયોની સંખ્યા તો 18 ટકા વધી છે પરંતુ બળદ કે આખલાની સંખ્યામાં 30 ટકાનો ઘટાડો થયો ચે. 2019ની પશુધન ગણતરીમાં 80 હજાર લોકોનો સ્ટાફ કામ પર લાગ્યા હતા.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More