Home> India
Advertisement
Prev
Next

ભીડ જોઈને PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું-'દીદી હિંસા ઉપર કેમ ઉતરી પડ્યા તે હવે ખબર પડે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યાં છે.

ભીડ જોઈને PM મોદીએ કર્યો કટાક્ષ, કહ્યું-'દીદી હિંસા ઉપર કેમ ઉતરી પડ્યા તે હવે ખબર પડે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે. લોકસભા ચૂંટણી અગાઉ અહીં તેઓ ઠાકુરનગરમાં રેલી કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. તેમની રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં. આ દરમિયાન તેમણે કહ્યું કે ક્રાંતિવીરોની આ ધરતીને મારા નમન છે. ઠાકુરનગર સામાજિક આંદોલનનું સાક્ષી રહ્યું છે. રેલીને સંબોધતા પીએમ મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનરજી ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે રેલીમાં ભીડનું આ દ્રશ્ય જોઈને હવે ખબર પડે છે કે દીદી હિંસા ઉપર કેમ ઉતરી આવ્યાં છે. અમારા પ્રત્યે બંગાળની જનતાના પ્રેમથી ડરીને લોકતંત્ર બચાવવાનું નાટક કરનારા લોકો નિર્દોષ લોકોની હત્યા કરવા પર ઉતારું થયા છે. 

પૂર્ણ બજેટ બાદ બદલાશે તસવીર
પીએમ મોદીએ શુક્રવારે રજુ થયેલા વચગાળાના બજેટનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે ઈતિહાસમાં પહેલીવાર બજેટમાં મોટી યોજનાઓની જાહેરાત કરાઈ છે. અમારી સરકાર છેલ્લા સાડા ચાર વર્ષથી લોકોના વિકાસ માટે  કામ કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી બાદ જ્યારે પૂર્ણ બજેટ આવશે ત્યારે ખેડૂતો અને કામદારોની તસવીર વધુ ઉજ્જવળ બનશે. 

તેમણે કહ્યું કે દેશના 12 કરોડથી વધુ નાના મોટા ખેડૂત પરિવારો, 30-40 કરોડ શ્રમિકો, મજૂર ભાઈઓ બહેનો અને 3 કરોડથી વધુ મધ્યમ વર્ગના પરિવારને સીધો લાભ મળશે. 

કોંગ્રેસ પર સાાધ્યું નિશાન 
તેમણે કહ્યું કે દેશનું દુર્ભાગ્ય રહ્યું કે આઝાદી બાદ પણ અનેક દાયકાઓ સુધી ગામડાના સ્થિતિ પર એટલું ધ્યાન અપાયું નથી જેટલું આપવું જોઈતુ હતું. અહીં પશ્ચિમ બંગાળમાં તો સ્થિતિ વધુ ખરાબ છે. તેમણે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની કોંગ્રેસ સરકારો પર નિશાન સાધતા કહ્યું કે જેમણે લોન લીધી તેમની 2.5 લાખની માફીનો વાયદો કર્યો હતો અને માફ થયા ફક્ત 13 રૂપિયા, આ વાર્તા મધ્ય પ્રદેશની છે. જ્યારે રાજસ્થાનની સરકારે તો હાથ જ ઊંચા કરી દીધા છે. 

fallbacks

દુર્ગાપુરમાં પણ રેલી 
ત્યારબાદ તેઓ બપોરે દુર્ગાપુરમાં એક રેલીને સંબોધિત કરશે. અહીં તેઓ રેલવેના 294 કિલોમીટર લાંબા રેલખંડના વિદ્યુતિકરણના કાર્યને દેશને સમર્પિત કરશે. વડાપ્રધાન કાર્યાલયથી શુક્રવારે એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું. નિવેદનમાં કહેવાયું છે કે વડાપ્રધાન મોદી શનિવારે પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં 294 કિમી લાંબા અંડાલ-સેંથિયા-પાકુર-માલદા તથા ખાના-સેંથિયા રેલ સેક્શનનુ વિદ્યુતિકરણ રાષ્ટ્રને સમર્પિત કરશે. તેમાં કહેવાયું છે કે આ ખંડના વિદ્યુતિકરણથી ઉત્તર અને પૂર્વ ભારતમાં કોલસા, પથ્થરના ચિપ્સ અને અન્ય પરિવહનમાં સરળતા થશે. 

અત્રે જણાવવાનું કે આ અગાઉ ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ પ્રદેશમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા 23 જાન્યુઆરીના રોજ માલદામાં રેલી કરી હતી. 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં 19 જાન્યુઆરીના રોજ વિપક્ષે પોતાની એકજૂથતા બતાવવા માટે મહાગઠબંધનની રેલી કરી હતી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનરજીએ યોજેલી આ રેલીમાં 24 પાર્ટીઓના નેતાઓ સામેલ થયા હતાં. આ રેલીમાં સામેલ થવા માટે બિહારથી આરજેડીના નેતા તેજસ્વી યાદવ, ભાજપના બળવાખોર નેતા શત્રુઘ્ન સિન્હા, અરવિંદ  કેજરીવાલ અને શરદ યાદવ કોલકાતા પહોંચ્યા હતાં. બધાએ ભેગા મળીને ભાજપ પર પ્રહારો કર્યા હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More