Home> India
Advertisement
Prev
Next

અરુણ જેટલીની તબિયત ખુબ નાજુક, લાલકૃષ્ણ આડવાણી AIIMS પહોંચ્યા

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત અત્યારે ખુબ નાજુક કહેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ અરણ જેટલીને એક્સ્ટારકારપોટરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

અરુણ જેટલીની તબિયત ખુબ નાજુક, લાલકૃષ્ણ આડવાણી AIIMS પહોંચ્યા

નવી દિલ્હી: ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીની હાલત અત્યારે ખુબ નાજુક કહેવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં દાખલ અરણ જેટલીને એક્સ્ટારકારપોટરલ મેમ્બ્રેન ઓક્સીજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બલૂન (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેમનું હ્રદય અને ફેફસા પણ બરાબર કામ કરતા નથી. જેટલીના હાલચાલ જાણવા માટે તમામ મોટા નેતા એમ્સ પહોંચી રહ્યાં છે. ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ આડવાણી પણ એમ્સ પહોંચ્યાં. 

ભાજપના અનેક નેતાઓ અહીં એમ્સ તેમના હાલચાલ જાણવા માટે પહોંચ્યાં. તેમના હાલ જાણવા માટે એમ્સ પહોંચેલા લોકોમાં કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, હિમાચલ પ્રદેશના રાજ્યપાલ કલરાજ મિશ્રા, આરએસએસના સંયુક્ત સચિવ કૃષ્ણ ગોપાલ, પૂર્વ સમાજવાદી નેતા અમર સિંહ સામેલ હતાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહ મંત્રી અમિત શાહ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે એમ્સ જઈને હાલ જાણ્યા હતાં. 

જુઓ LIVE TV

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ, જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી, અને જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ એમ્સ જઈને હાલ જાણ્યા હતાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, અને ભાજપના અન્ય પ્રમુખ નેતાઓએ પણ એમ્સની મુલાકાત લીધી હતી. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More