Home> India
Advertisement
Prev
Next

UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે

જેનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતની તરફ સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને  આકરો જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર ખોટુ જ બોલ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક  મુદ્દો છે, બાહરી દખલ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370) ને હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવાયું છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણયની કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.

UNHRC માં ભારતને સણસણતો જવાબ: કાશ્મીર અંગે PAK માત્ર જુઠ્ઠાણા ફેલાવે છે

નવી દિલ્હી : જેનેવામાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાન (Pakistan) એકવાર ફરીથી શરમજનક સ્થિતીમાં મુકાયું છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં ભારતની તરફ સેક્રેટરી ઇસ્ટ વિજય ઠાકુર સિંહે પાકિસ્તાનને  આકરો જવાબ આપ્યો હતો. ઠાકુરે કહ્યું કે, કાશ્મીર અંગે પાકિસ્તાને માત્ર ખોટુ જ બોલ્યું છે. ભારતે કહ્યું કે, જમ્મુ કાશ્મીર અમારો આંતરિક  મુદ્દો છે, બાહરી દખલ સહ્ય નથી. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 (Article 370) ને હટાવવાનાં નિર્ણયને ભારે સમર્થન મળ્યું છે. સંસદમાં ચર્ચા બાદ 370 હટાવાયું છે. ભારતે કહ્યું કે, આતંકવાદ અંગે નિર્ણયની કાર્યવાહીનો સમય છે. પાકિસ્તાન પોતાની જમીન પર આતંકવાદી સંગઠનો પર કડક કાર્યવાહી કરે.

મારા પરમ મિત્ર અરૂણ જેટલીના અંતિમ દર્શન ન કરી શક્યો તે મારુ દુર્ભાગ્ય: PM મોદી
ભારતે કહ્યું કે, માનવાધિકાર અંગે પાકિસ્તાનનાં આરોપો બેજવાબદાર છે. પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદીઓ પર કાર્યવાહી કરે. કાશ્મીરમાં સ્થિતી સામાન્ય થઇ રહી છે. પ્રતિબંધ ધીરે-ધીરે હટી રહ્યા છે. આ અગાઉ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC) માં જમ્મુ કાશ્મીરના મુદ્દે ભારતની વિરુદ્ધ 15 મિનિટ 49 સેકન્ટ સુધી માત્ર ખોટુ બોલ્યા. માત્ર એટલું જ નહી કાશ્મીર પર 115 પેજના ખોટા અહેવાલ રજુ કર્યા. આ રિપોર્ટમાં રાહુલ ગાંધી, મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાનાં નિવેદનોનો ઉલ્લેખ છે.

મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ઝટકો: દિગ્ગજ નેતા કૃપાશંકર સિંહે છોટી પાર્ટી

ઓટો સેક્ટરમાં મંદી: નાણામંત્રીએ કહ્યું ઓલા ઉબર જવાબદાર, મારુતીએ કહ્યું નવા નિયમ
જેનેવામાં આયોજીત પરિષદનાં 42માં સત્રમાં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે, ભારતે કાશ્મીર પર બિનકાયદેસર રીતે કબ્જો કરી રાખ્યો છે. બીજી તરફ માનવાધિકારનું હનન કરવામાં આવી રહ્યું છે. સમગ્ર કાશ્મીરમાં જેલ બનાવીને રાખવામાં આવ્યું છે. એટલે સુધી કે ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ પ્રદાન નથી કરવામાં આવી રહી.

ત્યાગ અને તપસ્યા થકી બ્રાહ્મણોએ સમાજમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કર્યું છે: ઓમ બિરલા
કુરેશીએ અનેક વિદેશી મીડિયા અખબારી રિપોર્ટનાં ઉદાહરણ પણ આપ્યા હતા. તેમણે કહ્યું કે, આ કારણોથી કાશ્મીરનો મુદ્દો ભારતો આંતરિક મુદ્દો નથી પરંતુ આંતરરાષ્ટ્રીય મુદ્દો છે. જો કે ત્યાર બાદ શાહ મોહમ્મદ કુરેશીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, પાકિસ્તાનનાં વલણ ઉપરાંત કાશ્મીરને ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્ય કહ્યું કે, પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને ભારત અધિકૃત કાશ્મીર જણાવવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More