Home> India
Advertisement
Prev
Next

પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાજ્યમાં પેદા થયેલ રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં નેતા પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે. 

પ્રમોદ સાવંતને CM બનાવવા પાછળ છે મોટુ ગણિત, જાણો BJPની રણનીતિ

પણજી : ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનાં નિધન બાદ રાજ્યમાં પેદા થયેલ રાજકીય સંકટ વચ્ચે ભાજપનાં નેતા પ્રમોદ સાવંત રાજ્યનાં નવા મુખ્યમંત્રી બની શકે છે. સુત્રો અનુસાર ભાજપે તેમનાં નામ પર મહોર મારી દીધી છે. તેઓ આજે બપોરે ત્રણ વાગ્યા બાદ મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરી શકે છે. આ અગાઉ ગોવા ભાજપ પ્રમુખે કહ્યું હતું કે, ગોવાના આગામી મુખ્યમંત્રી મુદ્દે અપરાહ્ય 2 વાગ્યા સુધીમાં નિર્ણય લઇ લેવાશે. ત્રણ વાગ્યા બાદ શપથગ્રહણ સમારોહ થશે. 

જો કે સુત્રો અનુસાર ગોવાના મુખ્યમંત્રી પદ માટે ભાજપ તરફથી પ્રમોદ સાવંત ઉપરાંત વિશ્વજીત રાણેનું નામ પણ ચાલી રહ્યું હતું. જો કે વિધાનસક્ષા અધ્યક્ષ પ્રમોદ સાવંત ભાજપના હાઇકમાન્ડે પ્રમોદ સાવંત પર પસંદગી ઉતારી હતી. જો કે મુખ્યમંત્રીનાં નામની જાહેરાત હજી સુધી નથી થઇ શકી કારણ કે ભાજપ અને સહયોગી પાર્ટીઓ એમજીપી અને ગોવા ફોરવર્ડ પાર્ટી વચ્ચે હજી સંમતી સધાઇ નથી. જો કે આ અગાઉ બંન્ને  ક્ષેત્રીય દળોનાં નેતા તે વાત પર સંમત હતા કે જો હાલ મુખ્યમંત્રીના ચહેરા પર સંમતી ન સધાય તો વિધાનસભાને સસ્પેંડ કરી દેવામાં આવી શકે છે. 

પ્રિયંકા ગાંધી પ્રયાગરાજ LIVE: ગંગા યાત્રાની શરૂઆત કરવા સ્ટીમર બોટ પર પહોંચ્યા

રાજ્યપાલે કોંગ્રેસ નેતાઓને મળવાનો સમય ન આપ્યો
બીજી તરફ પણજીમાં સોમવારે સવારે કોંગ્રેસ ધારાસભ્યોના દળની મીટિંગ યોજાઇ હતી. ત્યાર બાદ કોંગ્રેસનાં 14 ધારાસભ્યો રાજભવનમાં રાજ્યપાલ સાથે મુલાકાત કરવા માંગતા હતા પરંતુ રાજ્યપાલને તેમની મુલાકાતનો સમય નથી આપ્યો. આ અંગે વિપક્ષનાં નેતા ચંદ્રકાંત કાવલેકરે કહ્યું કે, રાજ્યપાલે પાર્ટીના ધારાસભ્યોને મળવાનો સમય આપવાનો ઇન્કાર કરી દીધો હતો. ત્યાર બાદ ધારાસભ્યોએ બોલાવ્યા વગર જ રાજ ભવન જવાનો નિર્ણય કર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More