Home> India
Advertisement
Prev
Next

રસ્તા પર જઈ રહી હતી કાર, અચાનક પડી વીજળી, ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ- VIDEO

Lightning Strike: વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર ગાડીઓ ચાલી રહી છે. ત્યારે અચાનક આકાશીય વીજળી પડે છે અને એક જોરદાર બ્લાસ્ટ થાય છે. 

રસ્તા પર જઈ રહી હતી કાર, અચાનક પડી વીજળી, ભયાનક દ્રશ્ય કેમેરામાં થયું કેદ- VIDEO

નવી દિલ્હીઃ Lightning Strike Video Viral: ભારતના અનેક ભાગમાં આ દિવસોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે, જેના કારણે પૂર આવી ગયું છે. પૂરને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદની સીઝનમાં સૌથી વધુ ખતરો આકાશી વીજળીનો રહે છે. જે ગમે ત્યારે મોતનું કારણ બની શકે છે. ભારે વરસાદ વચ્ચે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આકાશીય વીજળી પડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ખતરનાક છે. વીડિયોમાં દેખાતો નજારો એટલો ડરામણો છે કે તેને જોઈને તમારા રૂવાંટા ઉભા થઈ જશે. 

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રસ્તા પર વાહનો દોડી રહ્યા છે. ત્યારે અચાનક જ વીજળી જમીન પર પડે છે અને જોરદાર ધડાકો થાય છે. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે જાણે કોઈએ બોમ્બ ફેંક્યો હોય એવું લાગ્યું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે જોરદાર બ્લાસ્ટ થયો. વિચારો કે જો તે સમયે કોઈ વ્યક્તિ ત્યાં ઉભો રહ્યો હોત તો તેની સાથે શું થાત. હવે આ ઘટનામાં કોઈને નુકસાન થયું છે કે નહીં તે જાણી શકાયું નથી, પરંતુ એટલું ચોક્કસ કહી શકાય કે વીજળીનું આ સ્વરૂપ ખૂબ જ ડરામણું હતું.

આ કોઈ પ્રથમ ઘટના નહીં
આકાશીય વીજળીને કારણે જ ભારે વરસાદ દરમિયાન લોકોને બહાર ન જવાની સલાહ આપવામાં આવે છે. કારણ કે આવા ઘણા મામલા સામે આવી ચુક્યા છે, જેમાં વીજળી પડવાને કારણે વ્યક્તિનું મોત થયું હોય. ભારતમાં ચોમાસું ચાલી રહ્યું છે, અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. વરસાદની સીઝનમાં વીજળી પડવાની ઘટના બનતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More