Home> India
Advertisement
Prev
Next

અમરનાથ યાત્રા પર આતંકવાદીઓનો ડોળો: LeTએ આતંકીઓની ટ્રેનિંગ ચાલુ કરી

સતત ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા આતંકવાદીઓ નિષ્ફળ રહેતા હવે નવી પદ્ધતી શોધી રહ્યા છે

અમરનાથ યાત્રા પર આતંકવાદીઓનો ડોળો: LeTએ આતંકીઓની ટ્રેનિંગ ચાલુ કરી

નવી દિલ્હી : અમરનાથ યાત્રા દરમિયાન આતંકવાદી સંગઠનો કોઇ પણ કિંમતો મોટા હૂમલાને અંજામ આપવાની ફિરાકમાં છે. પોતાની નાપાક કાવત્રાને અમલીજામા પહેરાવવા માટે આતંકવાદી સંગઠનોને એક તરફ કાશ્મીરનાં યુવાનોને ગમે તે પ્રકારે આતંકવાદીઓ બનાવવાનો પ્રયાસો કરી રહ્યા છે, તો બીજી તરફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં હાલનાં 10 લોન્ચિંગ પેડથી 450 આતંકવાદીઓને જમ્મુ કાશ્મીરમાં ધકેલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

સુરક્ષા દળો સાથે જોડાયેલા સુત્રો અનુસાર, સતત ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ રહ્યા બાદ આતંકવાદીઓએ આતંકના રસ્તે જતા રહેલા નવયુવાનોને AK-47 અને MP-5 જેવા અત્યાધુનિક હથિયારો ચલાવવાનું પ્રસિક્ષણ આપવાનું ચાલુ કરી દીધું છે. આ નવા આતંકવાદી લડાકુઓને આતંકવાદનું પ્રશિક્ષણ આપવાની જવાબદારી લશ્કર એ તોયબાએ ઉઠાવી છે. લશ્કરનાં આતંકવાદીઓ બાંદીપુરાનાં જંગલોમાં નવા લડાકુઓને ન માત્ર અત્યાધુનિક હથિયાર ચલાવવા માટેની ટ્રેનિંગ આપી રહ્યા છે પરંતુ આતંકવાદી હૂમલા સામે આવનારા પડકારોને ધ્યાનમાં રાખીને તેનું પ્રશિક્ષણ પણ આપવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓ દ્વારા નવા લડાકુઓને પ્રશિક્ષણની પૃષ્ટી હાલમાં સામે આવેલા એક નવા વીડિયો દ્વારા થઇ છે. 

ગત્ત પાંચ મહિનામાં 150 કરતા વધારે યુવાનો ખીણમાંથી ગુમ થયા
સુત્રો અનુસાર જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 5 મહિનાની અંદર ખીણનાં અલગ અલગ ગામોમાંથી આશરે 150 કરતા વધારે નવયુવાનો ગુમ થયા છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે આ નવ યુવાનોએ બહેકાવામાં આવીને આતંકવાદનો રસ્તો અખતિયાર કરી રહ્યા છે. સુરક્ષા દળો સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીનાં અનુસાર ખીણમાંથી ગુમ 150 કરતા વધારે નવ યુવાનો અત્યાર સુધી માત્ર 50થી 60 પરિવારજનો ગુમ થયાનો અહેવાલ પોલીસમાં દાખલ કરાવ્યો છે. બીજી તરફ આ બાબતે, ઇન્ટેલિજન્સનું માનવું છે કે, ખીણમાં ગુમ થયેલા યુવકોની સંખ્યા તેનાં કરતા વધારે હોય છે. ખીણમાં આશરે 90થી 100 વચ્ચે આવા યુવકો છે, જેમને ગુમ થવા છતા તેમનાં પરિવારજનો તેમનાં ગુમ થયાનો રિપોર્ટ પોલીસમાં નથી નોંધાવતા. 
સુરક્ષાદળોને શંકા છે કે ગુમ થયેલા યુવકો પરિવારજનોને ખબર છે કે તેઓ ક્યાં છે, તેમનાં બાળકો ક્યાં છે. કોની સાથે અને કઇ પરિસ્થિતીમાં છે. માટે સુરક્ષાદળો આ પરિવારો સાથે સંપર્ક કરીને ભાવનાત્મક પદ્ધતીથી બાળકોની માહિતી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More