Home> India
Advertisement
Prev
Next

2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ

આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.

2019નું છેલ્લુ ચંદ્રગ્રહણ આજે, 149 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ

નવી દિલ્હી: આજ ગુરૂ પૂર્ણિમા મહોત્સવ છે. આ વખતે ગુરૂ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણનો સંયોગ છે. આ સંયોગ 149 વર્ષ પછી બની રહ્યો છે, ગુરૂ પૂર્ણિમાના દિવસ પર ચંદ્રગ્રહણની અસર જોવા મળશે. એટલા માટે આ ચંદ્રગ્રહણને દૂર્લભ અને ઐતિહાસિક કહેવામાં આવી રહ્યું છે.

વધુમાં વાંચો:- આજે ચંદ્રગ્રહણ પણ ગુજરાતનું એકમાત્ર આ મંદિર ખુલ્લુ રહેશે, રાત્રિ દર્શન માટે દ્વાર ખુલ્લા મૂકાશે

આ ચંદ્રગ્રહણ વર્ષ 2019નું બીજુ ચંદ્રગ્રહણ હશે. ભારતીય સમય અનુસાર 16 જુલાઇ મંગળવાર રાત્રે 1:30 વાગ્યાથી શરૂ થશે, જે બુધવાર વહેલી સવારે 4:30 સુધી પ્રભાવી રહસે. વર્ષના બીજા ચંદ્રગ્રહણને સમગ્ર ભારતમાંથી જોઇ શકાશે. આ પહેલા 12 જુલાઇ 1870માં આ સંયોગ બન્યો હતો. જ્યારે ગુરૂ પૂર્ણિમા તેમજ ચંદ્રગ્રહણ એક સાથે હતું.

વધુમાં વાંચો:- Video: SDMના ચેમ્બરમાં ઘૂસી BJP ધારાસભ્યએ જામાવી ધાક, કહ્યું- ‘હજુ તમે નવા છો’

4 વાગ્યા સુધી કરી શકાશે ગુરૂ પૂજા
16 જુલાઇની મોડી રાતથી થનાર ચંદ્રગ્રહણના કારણે 9 કલાક પહેલા સૂતક લાગી જશે, જેના કારણે ગુરૂ પૂજન સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવી શકશે.

વધુમાં વાંચો:- ઉત્તરથી પૂર્વમાં પૂરનો કહેર, આસામમાં 15 અને બિહારમાં 34ના મોત

આ છે ચંદ્રગ્રહણ જોવા માટે સૌથી યોગ્ય સમય
પૃથ્વીનો પડછાયો ચંદ્રને 65 ટકા ભાગ મધરાત્રે 03:01 વાગે પડી રહ્યો હશે. તે સમયે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક સીધી રેખામાં હશે. આ ચંદ્ર ગ્રહણને જોવાનો સૌથી યોગ્ય સમય હશે.

વધુમાં વાંચો:- ચંદ્રયાનનું લોન્ચિંગ અટકાવવાનાં ઇસરોનાં નિર્ણયના વૈશ્વિક સ્તર પર થઇ રહ્યા છે વખાણ

સંપૂર્ણ રીતે સુરક્ષિત
દેબી પ્રસાદના અનુસાર ચંદ્રગ્રહણને નગ્ન આંકોથી જોવું સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ જોવા માટે દુરબીનની જરૂરીયાત નથી. જોકે, દુરબીનથી આ ચંદ્રગ્રહણ વધુ સારી રીતે જોઇ શકાય છે.

વધુમાં વાંચો:- કુમાર સ્વામી માટે નવુ સંકટ, રિસોર્ટ સ્ટેથી કંટાળ્યા કોંગ્રેસ-JDS ધારાસભ્યો

વર્ષ 2019નું છેલ્લું ચંદ્રગ્રહણ
વર્ષ 2019માં કુલ પાંચ ગ્રહણ હતા. જેમાં ત્રણ સૂર્યગ્રહણ તથા બે ચંદ્રગ્રહણ સામેલ છે. વર્ષનું પહેલું સૂર્યગ્રહણ 6 જાન્યુઆરી તથા બીજું સૂર્યગ્રહણ 2 જુલાઇ યોજાયું હતું. જ્યારે 26 ડિસેમ્બરે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ યોજાશે. આ ઉપરાંત 21 જાન્યુઆરીએ વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ યોજાઇ ચુક્યું છે.

જુઓ LIVE TV

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More