Home> India
Advertisement
Prev
Next

Lakhimpur Kheri હિંસા મામલે ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીના પુત્રને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો

લખીમપુર હિંસા મામલે આજે CJM કોર્ટમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રા (Ashish Mishra) ની પેશી થઈ. આ દરમિયાન SIT ની ટીમે 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી જેને પટારામાં ભરીને કોર્ટ સુધી લાવવામાં આવી. ચાર્જશીટમાં અજય મિશ્રા ટેનીના સંબંધી વિરેન્દ્ર શુકલાનું નામ છે. 

Lakhimpur Kheri હિંસા મામલે ચાર્જશીટ દાખલ, ગૃહ રાજ્યમંત્રીના પુત્રને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો

લખનૌ: લખીમપુર હિંસા મામલે આજે CJM કોર્ટમાં મુખ્ય આરોપી આશીષ મિશ્રા (Ashish Mishra) ની પેશી થઈ. આ દરમિયાન SIT ની ટીમે 5000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી જેને પટારામાં ભરીને કોર્ટ સુધી લાવવામાં આવી. ચાર્જશીટમાં અજય મિશ્રા ટેનીના સંબંધી વિરેન્દ્ર શુકલાનું નામ છે. 

અત્રે જણાવવાનું કે વિરેન્દ્ર શુકલા લખીમપુરના પલિયાનો બ્લોક પ્રમુખ છે. આ જ વિરેન્દ્ર શુકલા પર 201 હેઠળ ચાર્જશીટ ફાઈલ કરાઈ છે. જ્યારે કુલ 14 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ થઈ છે. લખીમપુર હિંસા મામલે અત્યાર સુધીમાં 7 લોકોની ધરપકડ થઈ છે. 

શું છે ચાર્જશીટમાં?
ચાર્જશીટમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા ઉર્ફે મોનુને મુખ્ય આરોપ ગણાવવામાં આવ્યો છે. એસઆઈટીએ જે ચાર્જશીટ સીજેએમ કોર્ટમાં દાખલ કરી છે તેમાં એક નામ વધારવામાં આવ્યું છે. મંત્રી ટેનીના સંબંધી અને પલિયાના બ્લોક પ્રમુખ વિરેન્દ્ર શુકલાનું નામ પણ ચાર્જશીટમાં છે. 

આ રાજ્ય સરકારે પોતાના કર્મચારીઓને આપી 2 દિવસની ખાસ રજા, કારણ જાણીને આખો દેશ ભાવુક થયો

SIT ની ટેમને આ  કેસમાં પહેલી ધરપકડ થયાના 90 દિવસ પૂરા થતા એટલે કે ત્રણ મહિનામાં ચાર્જશીટ દાખલ કરવાની હતી અને તિકુનિયા કાંડને થયે આજે ત્રણ મહિના પૂરા થયા છે. ગત વર્ષ 3 ઓક્ટોબરના રોજ લખીમપુર ખીરી કેતિકુનિયા કસ્બામાં થયેલી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. 

સુપ્રીમ સુધી ગયો હતો મામલો
આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ મામલાના સાક્ષીને સુરક્ષા આપવાના નિર્દેશ ઉત્તર પ્રદેશ સરકારને અપાયા હતા. સુપ્રીમ કોર્ટે પ્રદેશ સરકારને કલમ 164 હેઠળ ન્યાયિક મેજિસ્ટ્રેટની સામે અન્ય સાક્ષીના નિવેદનો નોંધાવવાના અને વિશેષજ્ઞો પાસેથી ડિજિટલ પુરાવાની જલદી તપાસ કરાવવાના આદેશ આપ્યા હતા. 

WHO એ જતાવ્યો ભરોસો, આ વર્ષના અંત સુધીમાં ખતમ થઈ જશે કોરોના, પરંતુ...

3 ઓક્ટોબરના રોજ શું થયું હતું?
લખીમપુર ખીરી જિલ્લાના તિકુનિયા ક્ષેત્રમાં ત્રણ ઓક્ટોબરના રોજ થયેલી હિંસામાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોના મોત થયા હતા. હિંસાની તપાસ માટે વિશેષ તપાસ ટુકડી (SIT) એ આ મામલે 12 અન્ય આરોપીઓની ઓળખ કરી હતી અને તેમની ધરપકડ કરી હતી. આશીષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત તમામ 13 આરોપીઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. 

fallbacks

નવેમ્બરે આ લખીમપુર ખીરી હિંસા મામલે જિલ્લા અને સત્ર ન્યાયાધીશે મુખ્ય આરોપી કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશીષ મિશ્રા ઉર્ફે મોનુ સહિત ત્રણ આરોપીઓની જામીન અરજી ફગાવી હતી. આ મામલે કોંગ્રેસ સહિત આખો વિપક્ષ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના રાજીનામા પર અડગ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સતત આ મામલે ટ્વીટ કરતા રહે છે. સંસદના શિયાળુ સત્રમાં પણ આ મુદ્દે ખુબ હંગામો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More