Home> India
Advertisement
Prev
Next

Lakhimpur Kheri Violence: યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે.

Lakhimpur Kheri Violence: યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસા બાદ હવે આ મુદ્દે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે લખનૌ મુલાકાતે છે. તેમની સાથે સચિન પાયલટ, પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને કેસી વેણુગોપાલ પણ હશે.  લખનૌમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે કલમ 144 લાગૂ કરાઈ છે. લખનૌ રવાના થતા પહેલા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા જેનો ભાજપના નેતા સંબિત પાત્રાએ જવાબ આપ્યો. આ બાજુ યુપી સરકારે હવે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર જવાની મંજૂરી આપી દીધી છે. 

મંજૂરી મળી
યુપી સરકારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને લખીમપુર ખીરી જવાની મંજૂરી આપી દીધી છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત કુલ 5 લોકો લખીમપુર ખીરી જઈ શકે છે. આ બાજુ રાહુલ ગાંધી પણ લખનૌ માટે રવાના થઈ ગયા છે.

લખનૌ રવાના થતા પહેલા દિલ્હીમાં રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે વિપક્ષનું કામ પ્રેશર બનાવવાનું હોય છે. જેથી કરીને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય. જો અમે હાથરસ ન જાત તો ત્યાં દોષિતો વિરુદ્ધ કાર્યવાહી ન થાત. અમારું કામ સરકાર પર દબાણ સર્જવાનું છે.

તેમણે કહ્યું કે બની શકે કે મને લખનૌ એરપોર્ટથી બહાર ન નીકળવા દેવામાં આવે. મને દિલ્હી એરપોર્ટ ઉપર  પણ રોકે. તેમણે કહ્યું કે અમે ત્રણ લોકો લખીમપુર જઈ રહ્યા છીએ. કલમ 144 તો 5 લોકો પર લાગૂ થાય છે. અમે પ્રશાસનને આ અંગે પહેલેથી જણાવી દીધુ છે. 

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાકહ્યું કે કાલે પ્રધાનમંત્રી લખનૌમાં હતા પરંતુ લખીમપુર ગયા નહતા. આજે 2 મુખ્યમંત્રીઓ સાથે હું લખનૌ અને લખીમપુર જઈને પીડિત પરિવારને મળવાની કોશિશ કરીશ. 

Energy crisis: દેશ પર તોળાઈ રહ્યું છે આ મોટું સંકટ, 4 દિવસ બાદ અનેક ઠેકાણે છવાઈ શકે છે અંધારપટ

લખીમપુર હિંસા પર રાહુલ ગાંધીએ કહ્યું કે ખેડૂતોને જીપથી કચડવામાં આવી રહ્યા છે. દેસભરમાં તેમના પર સિસ્ટમેટિક રીતે હુમલા થઈ રહ્યા છે. સરકાર ખેડૂતો પર આક્રમણ કરી રહી છે. 

આ બાજુ લખનૌ પોલીસ આયુક્ત ડી કે ઠાકુરનું કહેવું છે કે સરકારે રાહુલ ગાંધીના પ્રવાસને મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો છે. જો તેઓ લખનૌ આવશે તો અમે તેમને એરપોર્ટ પર લખીમપુર ખીરી અને સીતાપુર ન જવાની અપીલ કરીશું. લખીમપુર અને સીતાપુરના એસપી અને ડીએમએ અમને કાયદો વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને આવતા રોકવાનો આગ્રહ કર્યો છે. '

Vehicle Scrapping Policy: જૂની કારનું રજિસ્ટ્રેશન રિન્યુ કરાવવું હવે ભારે પડશે, ચૂકવવી પડશે 8 ગણી વધુ રકમ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More