Home> India
Advertisement
Prev
Next

'ટ્રાન્સફર જોઈતી હોય તો પત્નીને મારી પાસે મોકલ', JE ની હેરાનગતિના પગલે લાઈનમેને મોત વ્હાલું કર્યું, હ્રદયદ્રાવક કિસ્સો

લાઈનમેનની આત્મહત્યાને લઈને પલિયા પોલીસ મથકમાં કલમ 504, અને 306 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી બાજુ વિજળી વિભાગના અધિકારીઓ આ મામલે કઈ પણ બોલતા બચી રહ્યા છે. 

'ટ્રાન્સફર જોઈતી હોય તો પત્નીને મારી પાસે મોકલ', JE ની હેરાનગતિના પગલે લાઈનમેને મોત વ્હાલું કર્યું, હ્રદયદ્રાવક કિસ્સો

લખીમપુર ખીરી: ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં વિજળી વિભાગમાં તૈનાત એક લાઈનમેને જેઈ (JE)ની હેરાનગતિથી કંટાળીને આપઘાત જેવું અંતિમ પગલું ભરી લીધુ. લખનઉમાં સારવાર દરમિયાન લાઈનમેનનું મોત નિપજ્યું. લાઈનમેનના મોત પહેલાનો વીડિયો મળતા ડીએમ મહેન્દ્ર બહાદુર સિંહે વીજળી વિભાગના જેઈના સસ્પેન્શન અને વિભાગીય તપાસના આદેશ આપ્યા છે. 

મળતી માહિતી મુજબ પલિયા વિસ્તારના બમનગર વિસ્તારના રહીશ રામઔતારના 45 વર્ષના પુત્ર ગોકુળ પ્રસાદ ગોલા કુકરામાં લાઈનમેનના પદે તૈનાત હતા. છેલ્લા 22 વર્ષથી તેઓ વિજળી વિભાગમાં નોકરી કરી રહ્યા હતા. આરોપી જેઈ તેની સતત ટ્રાન્સફર કરાવતો રહેતો હતો. આ ઘટનાક્રમ અંગે પરિજનોએ કહ્યું કે જૂનિયર એન્જિનિયર ટ્રાન્સફર રોકવા માટે ઢગલો પેસા માંગતો હતો અને તેને સતત માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતો હતો. જ્યારે ગોકુલની પત્નીનું કહેવું છે કે તેના પતિ JE ના કારણે તણાવમાં હતા. તેમણે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ ક્યાંય કાર્યવાહી થઈ નહીં. 

ટ્રાન્સફર જોઈએ તો પત્નીને મારી પાસે મોકલ
મોત પહેલા લાઈનમેને જેઈ વિરુદ્ધ નિવેદન આપ્યું છે જેણે હડકંપ મચાવી દીધો છે. લાઈનમેને વીડિયોમાં કહ્યું કે જેઈ અને તેના દલાલ ટ્રાન્સફરના બદલામાં મારી પત્નીની માંગણી કરતા હતા. મે પોલીસ મથક જઈને નંબર આપીને ફરિયાદ નોંધાવી હતી પરંતુ કશું થયું નહીં. એસએસપી સંજીવ સુમને સોમવારે કહ્યું કે લખનઉમાં આત્મદાહ કરનારા એક લાઈનમેનનું સારવાર દરમિયાન મોત થયું. લાઈનમેનનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે એક સિનિયર અધિકારી પર આરોપ લગાવી રહ્યો હતો. 

હવે આ લાઈનમેનની આત્મહત્યાને લઈને પલિયા પોલીસ મથકમાં કલમ 504, અને 306 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. બીજી બાજુ વિજળી વિભાગના અધિકારીઓ આ મામલે કઈ પણ બોલતા બચી રહ્યા છે. 

ઝારખંડમાં રોપવે અકસ્માત, 48 લોકોના જીવ પર જોખમ, એરફોર્સ પણ રેસ્ક્યૂ વર્કમાં જોડાઈ

ગજબ ભેજું! ઓફિસ આવ-જા કરવા એવી કાર બનાવી નાખી...માત્ર 5 રૂપિયામાં 60 કિમીની કરે છે મુસાફરી

Scary Video: પૂરપાટ ઝડપે આવતી કારે ડિવાઈડર કૂદાવી સ્કૂટીને લીધુ ઝપેટમાં, કાચાપોચા ન જુએ આ ડરામણો વીડિયો

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More