Home> India
Advertisement
Prev
Next

LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસાન

LAC અંગે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે હંમેશા LAC નું સન્માન કર્યું અને ચીને પણ તેવું જ કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલે જે ઘટના બની તેને નિવારી શકાઇ હોત. બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સીમા વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તર પર વાતચીત ચાલી રહી છે. 6 જુને સીનિયર કમાન્ડરોની સારી બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઇ હતી. 

LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસાન

નવી દિલ્હી : LAC અંગે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે હંમેશા LAC નું સન્માન કર્યું અને ચીને પણ તેવું જ કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલે જે ઘટના બની તેને નિવારી શકાઇ હોત. બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સીમા વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તર પર વાતચીત ચાલી રહી છે. 6 જુને સીનિયર કમાન્ડરોની સારી બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઇ હતી. 

ચીન સાથે ઘર્ષણ બાદ PM મોદીને મળવા પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ

વિદેશ મંત્રાલયે કહ્યું કે, અમને આશા હતી કે બધુ સારી રીતે પાર પડશે. ચીની પક્ષ ગલવાન વૈલીમાં LACનું સન્માન કરતા પાછુ હટી ગયું હતું પરંતુ ચીન દ્વારા સ્થિતી બદલવાની એક તરફી પ્રયાસ કરવા અંગે 15 જૂને એક હિંસક ઘર્ષણ થઇ ગયું. તેમાં બંન્ને પક્ષોનાં લોકોનાં મોત થયા તેનાથી બચી શકાયું હોત. 

ભારતમાં શરૂ થયો ચીની સામાનનો બહિષ્કાર, CAIT ઉત્પાદનનોની યાદી બહાર પાડી

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આગળ જણાવ્યું કે, સીમા પ્રબંધન મુદ્દે ભારતનું જવાબદાર વલણ છે. ભારતના તમામ કામ LAC માં પોતાની સીમાની અંદર કરે છે. ચીન પાસેથી પણ એવી આશા રાખે છે. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે, ભારત સીમા ક્ષેત્રમાં શાંતિ અને વાતચીતના માધ્યમથી મતભેદનું સમાધાન ઇચ્છે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More