Home> India
Advertisement
Prev
Next

કુલભૂષણ જાધવ કેસ: પાકિસ્તાને કર્યું વિયેના સંધિનું ઉલ્લંઘન, ICJએ UNને સોંપ્યો રિપોર્ટ

પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે સંયુક્ત (UN) રાષ્ટ્રમાં પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડી છે

કુલભૂષણ જાધવ કેસ: પાકિસ્તાને કર્યું વિયેના સંધિનું ઉલ્લંઘન, ICJએ UNને સોંપ્યો રિપોર્ટ

નવી દિલ્હી: પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે સંયુક્ત (UN) રાષ્ટ્રમાં પાકિસ્તાનની પોલ ખુલ્લી પાડી છે. આઇસીજેએ યૂએનને જણાવ્યું હતું કે પાતિસ્તાને કુલભૂષણ જાધવના કાઉન્સલર એક્સિસના લઇને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય કોર્ટના (International Court of Justice) અધ્યક્ષ જસ્ટિસ અબ્દુલકાવી યૂસુફે બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને તેમનો રિપોર્ટ સોંપ્યો હતો. જસ્ટિસ યૂસુફે યૂએનને જણાવ્યું કે, આઇસીજેએ જોયું કે પાકિસ્તાને વિયેના કન્વેશનની કલમ 36ના અંતર્ગત તેમની જવાબદારીઓનું ઉલ્લંઘન કર્યું અને મામલે યોગ્ય ઉપાય કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો:- પાકિસ્તાન: કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસમાં સિલિન્ડર બ્લાસ્ટ, 65ના મોત

તમને જણાવી દઇએ કે, 12 સપ્ટેમ્બરના ભારતીય વિદેશ મંત્રાલય (MEA)એ પ્રેસ કોન્ફરેન્સ કરી તેમની વાત જણાવી હતી. વિદેશ મંત્રાલયના (Ministry of External Affairs) પ્રવક્તા રવીશ કુમારે (Raveesh Kumar) જણાવ્યું હતું કે, ભારત કુલભૂષણ જાધવ મામલે ફરીથી ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ) જશે. તેમણે કહ્યું હતું કે, અમે પ્રયત્ન કરીશું કે આઇસીજેની સંપૂર્ણ અમલીકરણ થાય.

જુઓ Live TV:-

દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More