Home> India
Advertisement
Prev
Next

મળો આ 'ઓડિશાના મોદી'ને...કેન્દ્રની મોદી સરકારમાં બન્યાં મંત્રી

ઓડિશાની બાલાસોર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને આવેલા પ્રતાપચંદ્ર સારંગીને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં છે. એકદમ સાધારણ વેશભૂષા અને સામાન્ય જીવન જીવતા પ્રતાપ સારંગ ચૂટંણી જીત્યા ત્યારથી જ ચર્ચામાં છે. તેમને 'ઓડિશાના મોદી' પણ કહે છે. કહેવાય છે કે મોદી જ્યારે પણ ઓડિશા જાય છે ત્યારે આ સારંગીની મુલાકાત અચૂક કરે છે. સફેદ દાઢી, માથા પર આછા વાળ, સાઈકલ અને બેગ તેમની ઓળખ છે. 

મળો આ 'ઓડિશાના મોદી'ને...કેન્દ્રની મોદી સરકારમાં બન્યાં મંત્રી

નવી દિલ્હી: ઓડિશાની બાલાસોર લોકસભા બેઠક પરથી ચૂંટણી જીતીને આવેલા પ્રતાપચંદ્ર સારંગીને નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી બનાવવામાં આવ્યાં છે. એકદમ સાધારણ વેશભૂષા અને સામાન્ય જીવન જીવતા પ્રતાપ સારંગ ચૂટંણી જીત્યા ત્યારથી જ ચર્ચામાં છે. તેમને 'ઓડિશાના મોદી' પણ કહે છે. કહેવાય છે કે મોદી જ્યારે પણ ઓડિશા જાય છે ત્યારે આ સારંગીની મુલાકાત અચૂક કરે છે. સફેદ દાઢી, માથા પર આછા વાળ, સાઈકલ અને બેગ તેમની ઓળખ છે. 

બીજીવાર વડાપ્રધાન બન્યા મોદી, અમિત શાહ સહિત 24 કેબિનેટ મંત્રી, જાણો વિગતવાર

સાંસદ બન્યા તે અગાઉ પ્રતાપચંદ્ર સારંગી ઓડિશાની નિલગીરી વિધાનસભાથી 2004 અને 2009માં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. આ અગાઉ તેઓ 2014માં લોકસભાની ચૂંટણીમાં પણ ઊભા રહ્યાં હતાં પરંતુ હારી ગયા હતાં. પ્રતાપ સારંગીને નરેન્દ્ર મોદીના નિકટના ગણવામાં આવે છે. ગરીબ પરિવારમાંથી આવેલા પ્રતાપ સારંગીનો જન્મ નીલગિરીમાં જ ગોપીનાથપુર ગામમાં થયો હતો. 

4 જાન્યુઆરી 1955ના રોજ જન્મેલા સારંગીએ સ્થાનિક ફકીર મોહન કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું. બાળપણથી જ તેઓ ખુબ આધ્યાત્મિક હતાં. તેઓ રામકૃષ્ણ મઠમાં સાધુ બનવા માંગતા હતાં. આથી તેઓ અનેકવાર મઠમાં પણ ગયા હતાં. પરંતુ કહેવાય છે કે જ્યારે મઠવાળાને ખબર પડી કે તેમના માતા વિધવા છે તો તેમને માતાની સેવા કરવાનું સૂચન કરાયું હતું. 

જુઓ LIVE TV

પ્રતાપ સારંગી ત્યારબાદ ગામડે પાછા ફર્યા અને સમાજસેવામાં લાગી ગયા. બાલાસોર અને મયૂરભંજના આદિવાસી વિસ્તારોમાં તેમણે અનેક શાળાઓ બનાવડાવી છે. વર્ષ 2014માં લોકસભા ચૂંટણીમાં પ્રતાપ સારંગીએ જે ચૂંટણી સોગંદનામુ આપ્યું હતું તે મુજબ તેમની કુલ સંપત્તિ લગભગ 10 લાખ રૂપિયા હતી. 

બીજેડીના રવિન્દ્રકુમારને હરાવ્યાં
અત્રે જણાવવાનું કે પ્રતાપચંદ્ર સારંગીએ બીજેડીના રવિન્દ્રકુમાર જેનાને 12956 મતોથી હરાવ્યાં છે. બાલાસોર સીટથી 1951, 1957 અને 1962માં કોંગ્રેસને સફળતા મળી હતી. 1967માં આ સીટ કોંગ્રેસના હાથમાંથી નીકળી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયાને મળી. વર્ષ 1971માં કોંગ્રેસે ફરીથી કબ્જો જમાવ્યો. 1977માં ફરી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા જીતી. ત્યારબાદની બે ચૂંટણીઓ 198- અને 1984માં અહીંથી કોંગ્રેસ જીતી હતી. 1991 અને 1996માં આ સીટ કોંગ્રેસને જ મળી હતી. 1989માં આ સીટ પર જનતાદળને સફળતા મળી. 1998માં ભાજપ પહેલીવાર આ સીટ જીત્યું અને ત્યારબાદ 1999, 2004 માં તેણે સફળતા દોહરાવી, 2009માં કોંગ્રેસના શ્રીકાંતકુમાર જેના જીત્યા હતાં. 2014માં બીજેડીના રવિન્દ્રકુમાર જેના જીત્યા હતાં. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More