Home> India
Advertisement
Prev
Next

યુવાકાળથી રાજનીતિના સફળ ખેલાડી રહ્યા હતા જેટલી, 19 મહિના જેલમાં વિતાવ્યા હતા

બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એઈમ્સમાં એડમિટ હતા. રવિવારે બપોરે 12.07 મિનીટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

યુવાકાળથી રાજનીતિના સફળ ખેલાડી રહ્યા હતા જેટલી, 19 મહિના જેલમાં વિતાવ્યા હતા

નવી દિલ્હી :બીજેપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીનું આજે બપોરે નિધન થયું છે. તેઓ 9 ઓગસ્ટથી દિલ્હી સ્થિત એઈમ્સમાં એડમિટ હતા. રવિવારે બપોરે 12.07 મિનીટ પર તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પૂર્વ ફાઈનાન્સ મંત્રી અરુણ જેટલીને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ બાદ તેમને 9 ઓગસ્ટના રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આવી હતી અરુણ જેટલીની રાજકીય કારકિર્દી, 'એક દેશ-એક કર'માં નિભાવી હતી મહત્વની ભૂમિકા

ગત કેટલાક મહિનાથી તબિયત કથળી
ગત દિવસોમાં અરુણ જેટલીને એકસ્ટ્રાકારપોરલ મેંબ્રેન ઓક્સિજનેશન (ECMO) અને ઈન્ટ્રા એરોટિક બૈલૂન (IABP) સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ગત કેટલાક મહિનાઓથી ફાઈનાન્સ મંત્રીની તબિયત સતત કથળી રહી હતી. ખરાબ હેલ્થને કારણે તેમણે 2019નું લોકસભા ઈલેક્શન ન લડવાનો નિર્ણય લીધો હતો અને ખુદને મોદી કેબિનેટ-2માં સામેલ ન કરવા માટે પણ પીએમ મોદીને પત્ર લખ્યો હતો.

આવું રહ્યું અરુણ જેટલીનું વિદ્યાર્થી જીવન

  • અરૂણ જેટલીએ નવી દિલ્હી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલથી 1957-69 સુધી અભ્યાસ કર્યો હતો
  • તેના બાદ તેમણે શ્રીરામ કોલેજ ઓફ કોમર્સમાઁથી ગ્રેજ્યુએશન કર્યું અને ડીયુથી 1977માં લોનો અભ્યાસ કર્યો
  • પોતાના અભ્યાસ દરમિયાન જેટલીને એકેડમિક અને પાઠેત્તર પ્રવૃત્તિઓ માટે અનેક સન્માન મળ્યા છે
  • ડીયુમાં અભ્યાસ દરમિયાન તેઓ 1974માં ડીયુ સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યા
  • જેટલી સુપ્રિમ કોર્ટમાં વરિષ્ઠ એકવોકેટ પદ પર પણ રહી ચૂક્યા છે  

1974થી શરૂ કરી વિદ્યાર્થી રાજનીતિ

  • અરુણ જેટલી દિલ્હી યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા અને 1974માં સ્ટુડન્ટ યુનિયનના અધ્યક્ષ બન્યા
  • ઈમરજન્સી (1975-1977) દરમિયાન જેટલીને મીસા અંતર્ગત 19 મહિના જેલમાં વિતાવવા પડ્યા હતા
  • રાજ નારાયણ અને જયપ્રકાશ નારાયણ દ્વારા ચલાવવામાં આવેલ ભ્રષ્ટાચાર વિરોધી જનઆંદોલનમાં તેઓ પ્રમુખ નેતા હતા
  • જય પ્રકાશ નારાયણે તેમને રાષ્ટ્રીય વિદ્યાર્થી નેતા અને યુવા સંગઠન સમિતિના સંયોજક બનાવ્યા હતા
  • તેઓ નાગરિક અધિકાર આંદોલનમાં પણ સક્રિય રહ્યા હતા. સતીષ ઝા અને સ્મીતા કોઠારીની સાથે પિપલ્સ યુનિયન ઓફ સિવિલ લિબર્ટીઝ બુલેટીનની શરૂઆત કરી હતી
  • જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ જનસંઘમાં જોડાયા હતા

દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More