Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસના દિગ્ગજ નેતા મંદિરમાં પ્રાર્થના કરતી વખતે થયા ઈજાગ્રસ્ત, માથામાં 6 ટાંકા આવ્યાં

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર ઈજાગ્રસ્ત થયા છે. એવા અહેવાલો છે કે થરૂર તિરુવનંતપુરમમાં પોતાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતાં, ત્યારે તેમને ઈજા થઈ.

કોંગ્રેસના દિગ્ગજ નેતા મંદિરમાં પ્રાર્થના કરતી વખતે થયા ઈજાગ્રસ્ત, માથામાં 6 ટાંકા આવ્યાં

તિરુવનંતપુરમ: લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર ઈજાગ્રસ્ત થયા છે. એવા અહેવાલો છે કે થરૂર તિરુવનંતપુરમમાં પોતાના ચૂંટણી કાર્યક્રમ દરમિયાન મંદિરમાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતાં, ત્યારે તેમને ઈજા થઈ. શશિ થરૂરને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં. થરૂરના માથામાં ઈજા થઈ છે. તેમના માથામાં 6 ટાંકા આવ્યાં છે. ડોક્ટરોનું કહેવું છે કે તેઓ હવે આઉટ ઓફ ડેન્જર છે. શશિ થરૂર એક વાર ફરીથી તેરુવનંતપુરમ બેઠકથી લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે. તેમની સામે ભાજપના કુમ્મનમ રાજશેખરન અને સીપીઆઈના કેસી દિવાકરન મેદાનમાં છે. 

fallbacks

માતાજીના આ મંદિરેથી PM મોદીને મળ્યાં મોટા ખુશખબર, વિરોધીઓને લાગશે આઘાત

તુલાભારમના સંસ્કાર દરમિયાન થઈ ઈજા
કેરળના રીતિ રિવાજો મુજબ તુલાભારમ સંસ્કાર મંદિરમાં થાય છે.  જેમાં ત્રાજવાના એક પલડામાં વ્યક્તિને બેસાડવામાં આવે છે અને બીજા પલડામાં કોઈ ભારે વસ્તુ રાખવામાં આવે છે. આ વસ્તુઓમાં લાડુ, મીઠાઈ, ફળ, સિક્કા વગેરે હોઈ શકે છે. જે સમયે આ સંસ્કાર વિધિ ચાલી રહી હતી ત્યારે જ ત્રાજવાની ચેન તૂટી અને કોંગ્રેસના નેતાના માથે વાગ્યું. શશિ થરૂર પોતાના પ્રચાર અભિયાન દરમિયાન આવા અનેક કાર્યક્રમોમાં સતત ભાગ લઈ રહ્યાં છે. 11 એપ્રિલના રોજ તેમણે આવા જ એક કાર્યક્રમની તસવીરો પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી હતી. 

fallbacks

'ચોકીદાર ચોર' મામલે સુપ્રીમ કોર્ટની રાહુલ ગાંધીને નોટિસ, 22 એપ્રિલ સુધીમાં આપવો પડશે જવાબ

જુઓ LIVE TV

સ્થાનિક નેતાઓનો નથી મળતો થરૂરને સાથ?
રવિવારે 14 એપ્રિલના રોજ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે તિરુવનંતપુરમમાં એક વિશેષ પર્યવેક્ષક નિયુક્ત કરવાના કોંગ્રેસનો નિર્ણય પ્રમુખ લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી ગતિવિધિઓની નિગરાણી કરવા માટે છે. વરિષ્ઠ નેતા નાના પટોળેને તિરુવનંતપુરમ મતવિસ્તાર ક્ષેત્રમાં પર્યવેક્ષક તરીકે નિયુક્ત કરાયા છે. જ્યાંથી શશિ થરૂર ચૂંટણી લડી રહ્યાં છે. એવા અહેવાલો હતાં કે થરૂરે કોંગ્રેસને ફરિયાદ કરી હતી કે સ્થાનિક નેતાઓ દ્વારા વિસ્તારમાં તેમના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરવામાં આવતો નથી.  આ પ્રકારના અહેવાલોનો ઉલ્લેખક કરતા તેમણે કહ્યું કે, "આ બધી માત્ર અફવાઓ હતી."

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More