Home> India
Advertisement
Prev
Next

દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 16 લોકોના મોત, 138 ઘાયલ

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે

દુબઇથી કેરળ આવતા એર ઇન્ડિયાના વિમાનના બે ટુકડા, 16 લોકોના મોત, 138 ઘાયલ

તિરુવનંતપુરમ: કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઇન્ડિયાનું વિમાન રનવે પર લપસી ગયું. જેના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. રનવે પર વિમાનના લપસી જવાથી વિમાન ક્રેશ થયા બાદ એર ઇન્ડિયાના A737 બોઇંગ વિમાનના બે ટુકડા થઇ ગયા છે. વિમાન દુબઇથી આવતું હતું, આ દુર્ઘટનામાં 16 લોકોના મોત થયા છે. જ્યારે 138 લોકો ઘાયલ થયા છે. વિમાનમાં કુલ 191 યાત્રી હતા જેમાંથી 174 યાત્રી, 10 નવજાત, બે પાયલટ અને 5 ક્રૂ મેમ્બર હતા.

આ પણ વાંચો:- 15 ઓગસ્ટના PM મોદી કરી શકે છે આ મોટી યોજનાની જાહેરાત, આ દિવસ સુધી રહેશે લાગૂ

અરલાઇન્સના પ્રવક્તાના જણાવ્યા અનુસાર દુબઇથી આવતું એર ઇન્ડિયા એક્સપ્રેસ પ્લેનના કોઝિકોડ એરપોર્ટ પર લપસી જવાના કારણે આ દુર્ઘટના સર્જાઇ છે. ફ્લાઇટ IX 1344- સાંજના લગભઘ 7.40 મિનિટ પર એરપોર્ટ પર લેન્ડ થયું હતું. એર ઇન્ડિયા એક્સપ્રેસના વિમાનમાં 191 લોકો સવાર હતા. ભારે વરસાદના કારણે રનવે પર લેન્ડિંગ બાદ વિમાન લપસી ગયું અને ખીણમાં પડી ગયું અને વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

યાત્રીઓના વિશે જાણકારી માટે એરલાઇન્સના 056 546 3903, 0543090572, 0543090572, 0543090575 નંબર જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- સુશાંત સિંહ કેસ: કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપી અરજી, પક્ષકાર બનાવવાની કરી માંગ

ન્યુઝ એજન્સી રોયટર્સ અનુસાર આ દુર્ઘટનામાં બે લોકોના મોત થયા છે અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે. એનડીઆરએફના ડાયરેક્ટ જનરલ એસએન પ્રધાનના જણાવ્યા અનુસાર એનડીઆરએફની ટીમ રાહત તેમજ બચાવ કાર્ય માટે રવાના થઇ ગઇ છે. એનડીઆરએફના 50 જવાનો ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા છે. મલ્લાપુરમથી એનડીઆરએફની ટીમ મોકલવામાં આવશે.

આ પણ વાંચો:- BJPએ કોંગ્રેસ પર લગાવ્યો મોટો આરોપ, ચીન સાથે કરાર પર માંગ્યો જવાબ

ડીજીસીએ આ મામલે તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રીય પર્યટન મંત્રી કેજે અલ્ફોંસે ટ્વીટ કરી કહ્યું કે, કેરળમાં એક દિવસમાં આ બીજી ઘટના સર્જાઇ છે. કોઝિકોડમાં વિમાન દુર્ધટના દરમિયાન તેના આગામી ભાગ ટૂટી ગયો. પાટલટનું મોત થયું છે. અનેક યાત્રીઓ ઘાયલ છે. તમામ યાત્રીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે.

પ્રત્યેક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વિમાનનો આગામી ભાગ પ્રભાવિત થયો છે અને પાછળના ભાગમાં હાજર લોકો બચી ગયા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ ટ્વિટ કરી કહ્યું કે, એનડીઆરએફને જલ્દીથી જલ્દી પહોંચવા માટે કહેવામાં આવ્યું છે. રાહુલ ગાંધીએ વિમાન દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું. રાજનાથ સિંહએ કહ્યું કે પીડિત પરિવારોની સાથે સંવેદનાઓ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More