Home> India
Advertisement
Prev
Next

કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ

કોર્ટે Zee News નાં રિપોર્ટિંગમાં દેખાડાયેલા સીસીટીવી ફુટેજને આધાર બનાવીને વિશાલ જંગોત્રા નામના એક વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો

કઠુવા રેપ કેસ : કોર્ટે Zee News ના કર્યા વખાણ, કહ્યું ચેનલે સત્ય સામે લાવવા કર્યો પ્રયાસ

પઠાણકોટ : કઠુવા રેપ અને મર્ડર કેસ (Kathua Rape case) માં ત્રણ મુખ્ય આરોપીઓને સોમવારે વિશેષ કોર્ટે સાંજી રામ, વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયા અને એક અન્ય આરોપી પરવેશ કુમારને દોષીટ થેરવ્યા હતા. બીજી તરફ કોર્ટે ઝી ન્યુઝ (Zee News) ના રિપોર્ટિગમાં દેખાડાયેલા સીસીટીવી ફુટેજનાં આધરે વિશાલ જંગોત્રાને નિર્દોષ જાહેર કર્યો છે. કોર્ટે Zee Newsના રિપોર્ટ અને ફુટેજને પુરાવા તરીકે સ્વિકાર્યો. કોર્ટે Zee News ના એડિટર ઇન ચીફ સુધીર ચૌધરીના વખાણ કર્યા હતા અને કહ્યું કે, તેમણે સત્યને સામે લાવવાનો ભરચક પ્રયાસ કર્યો. 

બંગાળ હિંસા: ગવર્નર ત્રિપાઠીએ મોદી-શાહ સાથે કરી મુલાકાત, મમતાની બેચેની વધી
કોર્ટે Zee News ના જમ્મુ કાશ્મીરનાં બ્યૂરો ચીફ રાજુ કેરનીના પણ વખાણ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજુ કેરનીએ સીડી અને પેનડ્રાઇવમાં પુરાવા કોર્ટ સમક્ષ રજુ કર્યા હતા. જેના આધારે પોલીસે કુલ 7 આરોપી પૈકી વિશાલને નિર્દોષ જાહેર કર્યો હતો. ઉપરાંત નોંધ્યું હતું કે આ વ્યક્તિ સમગ્ર ઘટના દરમિયાન હાજર નહોતો. 

બેનામી બેંક ખાતાના કેસમાં પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ જરદારીની ધરપકડ

કઠુવાકાંડ: 6 ગુનેગારોમાં કોણે કેવો ગુનો આચર્યો અને શું મળી સજા ?
ત્રણ આરોપીઓને 25-25 વર્ષની સજા
કોર્ટે ભારતીય દંડ સંહિતા હેઠળ ગુનાહિત કાવત્રુ, હત્યા, અપહરણ, સામુહિક બળાત્કાર, પુરાવાનો નાષ કરવો, પીડિતોને નશીલા પદાર્થો ખવડાવવા અને સાંઝી મંશા હેઠળ ગુનો આચરવાનાં મુદ્દે દોષીત ઠેરવ્યા હતા. આજીવન કારાવાસની સજા સાથે હત્યા માટે પ્રત્યેક પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની સાથે જ સામુહિક બળાત્કાર માટે 25 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. ત્રણ સહયોગી પોલીસ ઉપનિરીક્ષક આનંદ દત્તા, મુખ્ય આરક્ષક તિલક રાજ અને વિશેષ પોલીસ અધિકારી સુરેન્દ્ર વર્માને પુરાવાનો નાષ કરવા માટે પાંચ પાંચ વર્ષ કેદની સજા ફટકારી હતી. 

કઠુવા મુદ્દે જે વીડિયોના વખાણ ખુદ કોર્ટે પણ કર્યા તે વીડિયો જોવા માટે કરો ક્લિક...

LIVE: કઠુવા રેપ અને મર્ડર કેસમાં સજાની જાહેરાત, 3 દોષીતોને ઉંમરકેદની સજા
આ અગાઉ કોર્ટે સાત આરોપીમાંથી છને સોમવારે દોષીત ઠેરવ્યા હતા. જેના પર ગુનો થયો, તે મંદિરની સંભાળ કરનારા સાંજી રામ, વિશેષ પોલીસ અધિકારી દીપક ખજુરિયા અને સામાન્ય નાગરિક પ્રવેશ કુમારને દંડ સંહિતાની ગુનાહીત ષડયંત્ર, હત્યા, સામુહિક બળાત્કાર અને પુરાવાનો નાષ કરવા અંગેની કમલ હેઠળ દોષીત ઠેરવવામાં આવ્યા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More