Home> India
Advertisement
Prev
Next

Kathak: કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

પ્રસિદ્ધ કથક કલાકાર પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે.

Kathak: કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું 83 વર્ષની વયે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

લખનૌ: પ્રસિદ્ધ કથક કલાકાર પંડિત બિરજુ મહારાજનું નિધન થયું છે. પદ્મ વિભૂષણથી સન્માનિત 83 વર્ષના બિરજુ મહારાજે રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ અંતિમ શ્વાસ લીધા. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાણકારી આપી. 

PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંડિત બિરજુ મહારાજના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું.  તેમણે ટ્વીટ કરીને કહ્યું કે ભારતીય નૃત્યકળાને વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ અપાવનારા પંડિત બિરજુ મહારાજના નિધનથી અત્યંત દુ:ખ થયું છે. તેમનું જવું એ સંપૂર્ણ કળા જગત માટે એક અપૂર્ણીય ક્ષતિ છે. શોકની આ ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ.

હાર્ટ એટેકના કારણે થયું નિધન
અત્રે જણાવવાનું કે પંડિત બિરજુ મહારાજનું નિધન દિલ્હીમાં થયું. હાર્ટ એટેકના કારણે તેમનું નિધન થયું. તેમનો જન્મ 1938માં થયો હ તો. તેઓ લખનૌ ઘરાના સાથે સંબંધ ધરાવતા હતા. પંડિત બિરજુ મહારાજ કથક નર્તક હોવા સાથે સાથે શાસ્ત્રીય ગાયક પણ હતા. પંડિત બિરજુ મહારાજના પિતા અને કાકા પણ કથક નર્તક હતા. 

હાર્ટ એટેક આવ્યો તે પહેલા અંતાક્ષરી રમતા હતા
પંડિત બિરજુ મહારાજની પૌત્રી રાગિણી મહારાજે જણાવ્યું કે તેઓ આગામી મહિને 84 વર્ષના થવાના હતા. પંડિત બિરજુ મહારાજના નિધન સમયે તેમની આજુબાજુ પરિવારના લોકો અને તેમના શિષ્યો હાજર હતા. તેઓ રાતના ભોજન બાદ અંતાક્ષરી રમી રહ્યા હતા. અચાનક તેમને પરેશાની થવા લાગી. પંડિત બિરજુ મહારાજ કિડનીની બીમારીથી પીડિત હતા અને ડાયાલિસિસ પર હતા. મળતી માહિતી મુજબ તેમનું નિધન હાર્ટ એટેકથી થયું તેમને તરત હોસ્પિટલ લઈ જવાયા પરંતુ બચાવી શકાયા નહીં. 

કલાકારોએ પંડિત બિરજુ મહારાજને આપી શ્રદ્ધાંજલિ
પંડિત બિરજુ મહારાજનું નામ ભારતના મહાન કલાકારોમાં સામેલ છે. તેમના લાખો અને કરોડો ચાહકો સમગ્ર દુનિયામાં છે. સિંગર માલિની અવસ્થી અને અદનાન સામીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

માલિની અવસ્થીએ ટ્વીટ કરીને કહ્યું કે આજે ભારતીય સંગીતની લય થમી ગઈ. સૂર મૌન થઈ ગયા. ભાવ શૂન્ય થઈ ગયા. કથકના સરતાજ પંડિત બિરજુ મહારાજ નથી રહ્યા. લખનૌની ડ્યોઢી આજે સૂની થઈ ગઈ. કાલિકાબિન્દાબીનની ગૌરવશાળી પરંપરાની સુગંધ વિશ્વભરમાં પ્રસારિત કરનારા મહારાજ અનંતમાં વિલિન થઈ ગયા. અપૂર્ણિય ક્ષતિ છે. ઓમ શાંતિ.

અદનાન સામીએ ટ્વિટર પર લખ્યું કે મહાન કથક ડાન્સર પંડિત બિરજુ મહારાજના નિધનના ખબરથી હું ખુબ દુખી છું. આપણે પ્રદર્શનકળાના ક્ષેત્રના એક અદ્વિતિય સંસ્થાનને ગુમાવ્યા છે. તેમણે પોતાની પ્રતિભાથી અનેક પેઢીઓને પ્રભાવિત કરી છે. તેમના આત્માને શાંતિ મળે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More