Home> India
Advertisement
Prev
Next

જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

પુલવામાં હૂમલા બાદ જમ્મુની સાયન્સ કોલેજ સહિત અનેક સ્થળો પર કથિત રીતે દેશ વિરોધી નારેબાજી કરવામાં આવી જેના પગલે સમગ્ર જમ્મુનું વાતાવરણ બગડી ચુક્યું છે

જમ્મુમાં પરિસ્થિતી તંગ: રાતો રાત હજારો કાશ્મીરીઓનું પોલીસ સુરક્ષા વચ્ચે પલાયન

શ્રીનગર: પુલવામામાં સીઆરપીએફનાં કાફલા પર આત્મઘાતી હૂમલા બાદ જમ્મુમાં તણાવની સ્થિતી છે. અહીં હિંસા ભડક્યા બાદ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો હતો. બગડેલી સ્થિતી વચ્ચે બઠિંડી તથા શહેરનાં અન્ય વિસ્તારમાં રહેતા હજારો કાશ્મીરી લોકોને રાતોરાત પરત કાશ્મીર ખીણમાં મોકલી દેવામાં આવ્યા. પોલીસની સુરક્ષા વચ્ચે સેંકડો વાહનો બઠિંડી રવાના કરવામાં આવ્યા હતા. 

પાકિસ્તાનની "મહેબુબા" કહ્યું ઇમરાન ખાનને એક તક આપવી જોઇએ

પુલવામા હૂમલા બાદ જમ્મુની સાયન્સ કોલેજ સહિત અનેક સ્થળો પર કથિત રીતે દેશવિરોધી નારેબાજી કરવામાં આવી. તેના કારણે જમ્મુમાં વાતાવરણ બગડી ગયું. લોકોએ યાત્રા કાઢીને સ્થાનીક કાશ્મીરી લોકોની ગાડીઓ અને દુકાનો સળગાવી દીધી. તંત્રએ કર્ફ્યુ લગાવવો પડ્યો. મળતી માહિતી અનુસાર હાલના સમયે ઠંડીના કારણે કાશ્મીરનાં મોટા ભાગના લોકો જમ્મુ આવીને વસે છે. બીજી તરફ બરફવર્ષાના કારણે શાળા અને કોલેજની રજાઓ રહે છે. એટલા માટે લોકો જમ્મુમાં પોતાના પરિવાર સાથે આવે છે. 

મહારાષ્ટ્ર બાદ તમિલનાડુમાં ભાજપનું AIADMK સાથે ગઠબંધન: 5 સીટો પર લડશે ચૂંટણી

5 દિવસથી ઇન્ટરનેટ બંધ
કાશ્મીરમાં વાતાવરણ બગડ્યા બાદ 5 દિવસથી ઇન્ટરનેટ બંધ છે. બીજી તરફ સવાર સાંજ કર્ફ્યુમાં ઢીલ આપવામાં આવી રહી છે. કહેવાઇ રહ્યું છે કે, સેના પર હૂમલા બાદ લોકોમાં આક્રોશ છે. એટલા માટે વાતાવરણ બગડ્યું એટલા માટે તંત્ર કોઇ પણ પ્રકારની ઢીલ વર્તવા માંગતું નથી. 

કાશ્મીરમાં અનેક ગાઝી આવ્યા અને જતા રહ્યા... કાશ્મીરમાં ઘુસશે, જીવતો પરત નહી ફરે

અનેક શહેરોમાં કાશ્મીરીઓ પર થઇ રહ્યા છે હુમલા
ઉલ્લેખનીય છે કે, પુલવામામાં સેના પર થયેલા આતંકવાદી હુમલા બાદ અલગ- અલગ હિસ્સાઓમાં કાશ્મીરી લોકો પર હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યાર બાદ કેન્દ્ર સરકારે રાજ્યોને ગાઇડ લાઇન આપીને રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કાશ્મીરી લોકોની સુરક્ષા અંગે ખાસ કાળજી રાખવા માટે જણાવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More