Home> India
Advertisement
Prev
Next

કોંગ્રેસના નેતાએ ભાંગરો વાટ્યો, પરવેઝ મુશર્રફના નિવેદનને સમર્થન આપી કહ્યું- કાશ્મીરીઓને આઝાદી જોઇએ...

જમ્મુ કાશ્મીર કોંગ્રેસના દિગ્ગજ નેતા સૈફુદ્દીન સોઝના કાશ્મીરની આઝાદીને લઇને કરાયેલા વિવાદીત નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો છે. 

કોંગ્રેસના નેતાએ ભાંગરો વાટ્યો, પરવેઝ મુશર્રફના નિવેદનને સમર્થન આપી કહ્યું- કાશ્મીરીઓને આઝાદી જોઇએ...

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા રાજકીય માહોલ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતાએ ભાંગરો વાટતાં મામલો ગરમાયો છે. કોંગ્રેસ નેતા સૈફુદ્દીન સોઝે વિવાદીત નિવેદન આપતાં પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, હું એમની વાતને સમર્થન આપું છું કે કાશ્મીરમાં રહેતા લોકોને જો તક આપવામાં આવે તો તે ભારત કે પાકિસ્તાનનો હિસ્સો બનવાને બદલે આઝાદ થવાનું વધુ પસંદ કરશે. 

આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાસન, આતંકીઓની હવે ખેર નથી

સોઝે કહ્યું કે, મુશર્રફે લગભગ 10 વર્ષ પહેલા આ નિવેદન આપ્યું હતું. જે હાલની જમ્મુ કાશ્મીરની સ્થિતિ સાથે બંધ બેસતું છે. એમણે એ પણ કહ્યું કે, આ કહેવું જેટલું સરળ છે એટલું જ કાશ્મીરને આઝાદી મળવી મુશ્કેલ છે. મુશર્રફના નિવેદનને સમર્થન આપતાં સોઝે એ પણ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીને આ નિવેદન સાથે કોઇ લેવા દેવા નથી. 

હુર્રિયત અને અલગાવવાદીઓ સાથે વાત કરે સરકાર
સૈફુદ્દીન સોઝે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં શાંતિ બનાવી રાખવા માટે કેન્દ્ર સરકારે હુર્રિયત અને અલગાવવાદી નેતાઓ સાથે વાત કરવી જોઇએ. તેમણે કહ્યું કે ઘાટીમાં હુર્રિયત અને અલગાવવાદી નેતાઓના સમર્થન વગર શાંતિ સ્થાપવી મુશ્કેલ નહીં પરંતુ અશક્ય છે.

સરકારનું પતન, ઘાટીમાં રાજ્યપાલ શાસન
અહીં નોંધનિય છે કે, જ્મું કાશ્મીરમાં પત્થરબાજી અને રમઝાન મહિનામાં થયેલા સીઝફાયર બાદ વધેલી આતંકી પ્રવૃતિઓ, પાકિસ્તાન તરફથી થઇ રહેલી ગોળીબારી સહિતના મુદ્દે પીડીપી અને ભાજપ વચ્ચે સહમતી ન સધાઇ શકતાં છેવટે ભાજપે આ સરકારમાંથી ટેકો પરત ખેંચતાં ગઠબંધન સરકારનું પતન થયું છ. ભાજપે ટેકો પરત ખેંચી લેતાં જમ્મુ કાશ્મીરમાં પીડીપી સરકારના પતન બાદ હાલમાં રાજ્યપાલ શાસન લાગુ કરાયું છે અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ રાજીનામું આપવું પડ્યું છે.

દેશના અન્ય ન્યૂઝ જાણવા કરો અહીં ક્લિક 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More