Home> India
Advertisement
Prev
Next

કર્ણાટકઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ ખરીદી રૂ.11 કરોડની કાર

કર્ણાટકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધા પછી ગેરલાયક ઠેરવાયેલા અને બળવાખોર ધારાસભ્યોનું નેતૃત્વ કરનારા ધારાસભ્ય એમટીબી નાગરાજ હવે રોલ્સ રોય્સ કાર ખરીદીને સમાચારોમાં ચમક્યા છે, આ કારની ઓન રોડ કિંમત રૂ.11 કરોડ છે 
 

કર્ણાટકઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ધારાસભ્યએ ખરીદી રૂ.11 કરોડની કાર

બેંગલુરુઃ કર્ણાટકમાં કોંગ્રેસમાંથી બળવો પોકાર્યા પછી ગેરલાયક ઠેરવાયેલા 14 ધારાસભ્યોમાંના એક એમટીબી નાગરાજ ફરીથી ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેઓ મોંઘી કાર ખરીદીને ચર્ચામાં આવ્યા છે. એમટીબી નાગરાજે રોલ્સ રોયસ ફેન્ટમ-8 નામની રૂ.11 કરોડની કિંમતની કાર ખરીદી છે. જોકે ટેક્સ વગેરે ચુકવ્યા પછી આ લક્ઝરી કારની કિંમત વધી શકે છે. 

કર્ણાટક-જેડીએસ સરકારના કુલ 17 ધારાસભ્યોએ નારાજગીના કારણે જુલાઈ મહિનામાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું, જેના કારણે રાજ્યમાં ગઠબંધન સરકાર પડી ગઈ હતી. તેમાંથી વિધાનસભાના અધ્યક્ષે કોંગ્રેસના 14 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવ્યા હતા. ગેરલાયક ઠેરવાયેલા આ ધારાસભ્યમાં એક એમ.ટી.બી નાગરાજનો પણ સમાવેશ થાય છે. 

કાશ્મીર ઘાટીમાં લેન્ડલાઈન ફોન સેવા શરૂ, સોમવારથી ખુલશે શાળા-કોલેજ 

પ્રાપ્ત અહેવાલ અનુસાર હજુ તેમણે પોતાની કારનો ટેક્સ ચૂકવ્યો નથી. તેઓ કર્ણાટકના પહેલા નેતા નથી, જેની પાસે આટલી મોંઘી કાર હોય. કર્ણાટકમાં ખાણ ક્ષેત્રના ચર્ચિત જનાર્દન રેડ્ડી પાસે પણ આવી જ કાર છે. એમટીબી નાગરાજ દ્વારા આટલી મોંઘી કાર ખરીદવા અંગે કોઈને આશ્ચર્ય થયું નથી, કેમ કે દેશના સૌથી ધારાસભ્યોમાંના એક છે. 

તેમણે વિધાનસભા ચૂંટણી દરમિયાન પોતાની એક હજાર કરોડ કરતાં વધુની સંપત્તિ જાહેર કરી હતી. એમટીબી નાગરાજે જ્યારે રાજીનામું આપ્યું ત્યારે તેમને રાજી કરવા માટે અનેક પ્રયાસ થયા હતા. કોંગ્રેસના નેતા ડી.કે. શિવકુમારે તેમને રાજીનામું પાછું ખેંચી લેવા માટે વિનંતી પણ કરી હતી. જોકે, તેઓ પોતાના નિર્ણય પર અડગ રહ્યા હતા. 

જૂઓ LIVE TV....

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More