Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક નાટક: 11 MLAને લઇ સ્પીકર કરશે નિર્ણય, BJP ધારાસભ્ય દળની યોજાશે બેઠક

કર્ણાટકના રાજકીય નાટકથી આજે (મંગળવાર) પરદો ઉઠી શકે છે. કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે. કોંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર થશે કે નહીં, તેનો પર આજે સ્પીકર નિર્ણય લેશે.

કર્ણાટક નાટક: 11 MLAને લઇ સ્પીકર કરશે નિર્ણય, BJP ધારાસભ્ય દળની યોજાશે બેઠક

બેંગલુરુ: કર્ણાટકના રાજકીય નાટકથી આજે (મંગળવાર) પરદો ઉઠી શકે છે. કર્ણાટકમાં આજે કોંગ્રેસ અને જેડીએસ સરકારના ભાગ્યનો નિર્ણય થશે. કોંગ્રેસ-જેડીએસના 11 ધારાસભ્યોના રાજીનામા સ્વિકાર થશે કે નહીં, તેનો પર આજે સ્પીકર નિર્ણય લેશે. જણાવી દઇએ કે, આ બધા ધારાસભ્યોને ગોવા મોકલવામાં આવ્યા છે. ત્યારે બેંગલુરુમાં બેઠેલા ત્રણ ધારાસભ્યોએ આ સરકાર માટે મુશ્કેલી વધારી દીધી છે. તેમાં બે સ્વતંત્ર ધારાસભ્ય છે. સરકારને સમર્થન આપી રહેલા 2 સ્વતંત્ર ધારાસભ્યએ ભાજપને સમર્થન આપવાની જાહેરાત કરી છે.

વધુમાં વાંચો:- કર્ણાટક સંકટ: 3 MLAએ બગાડ્યું કુમારસ્વામી સરકારનું ગણિત, આજે નિર્ણયનો દિવસ

બેંગલુરુમાં આજે ભાજપ વિધાયક દળની બેઠક યોજાશે. ત્યાં સસ્પેન્ડેડ કોંગ્રેસ ધારાસભ્ય રોશન બેગ આજે ભાજપમાં સામેલ થશે. તે પહેલા કોંગ્રેસ ધારાસભ્ય અરવિંદ સિંહ રાજીનામુ આપી ચૂક્યા છે. ત્યારે બીજી તરફ ધારાસભ્ય પ્રતાપ ગૌડા ભાજપની ટિકિટ પર ચૂંટણી લડવાની વાત કરી રહ્યાં છે.

વધુમાં વાંચો:- વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્ક જાહેર, જાણો ભારતનો ક્રમ કયો છે?

ત્યારે આજે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક પણ યોજાવાની છે. બેઠકમાં સામેલ થવા કોંગ્રેસે બધા ધારાસભ્યના પરિપત્ર જાહેર કરી ચેતવણી આપી છે. પાર્ટીએ કહ્યું છે કે, બેઠકમાં સામેલ ન થવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય દળન બેઠકમાં સિદ્ધારમૈયા પણ સામેલ થશે. જણાવવામાં આવી રહ્યું છે કે, કર્ણાટકના કોંગ્રેસ પ્રભારી કેસી વેણુગોપાલ અને કર્ણાટકના કોંગ્રેસ પ્રમુખ દિનેશ ગુંડૂ રાવ પણ આ બેઠકમાં સામેલ થશે.

જુઓ Live TV:- 

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More