Home> India
Advertisement
Prev
Next

Karnataka Election Results: 'અમારી પાસે સરકાર બનાવવા માટે પ્લાન B', કર્ણાટક રિઝલ્ટ પહેલાં ભાજપે કહ્યું- આ વખતે ટ્રોફી અમારી

Karnataka Assembly Election Results 2023: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો ટૂંક સમયમાં આવવાનું શરૂ થશે. આ પહેલા ભાજપે સરકાર બનાવવાને લઈને મોટો દાવો કર્યો છે.
 

Karnataka Election Results: 'અમારી પાસે સરકાર બનાવવા માટે પ્લાન B', કર્ણાટક રિઝલ્ટ પહેલાં ભાજપે કહ્યું- આ વખતે ટ્રોફી અમારી

karnataka assembly election results: આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ના પરિણામો આવવાના છે. તે પહેલાં કર્ણાટકના મહેસૂલ મંત્રી આર અશોકે દાવો કર્યો હતો કે જો ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બહુમતી નહીં મળે તો તેમની પાર્ટી પાસે ‘પ્લાન બી’છે. આજે રાજ્યમાં મતગણતરી થઇ રહી છે. ત્યારબાદ સ્પષ્ટ થશે કે કયો પક્ષ સત્તામાં આવશે.

એક્ઝિટ પોલની વાત કરીએ તો ત્રિશંકુ જનાદેશ સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે જ આર અશોકે કહ્યું કે તેમનો પ્લાન બી અલગ છે. પાર્ટીને ઉતાવળ નથી. તે પરિણામ જોયા પછી જ કોઈ નિર્ણય લેશે. જો કે, તેમણે આ યોજના વિશે વધુ ખુલાસો કર્યો ન હતો અને કહ્યું હતું કે રાજકારણ અને યુદ્ધમાં કોઈ તેમની તમામ વ્યૂહરચનાઓને ખુલ્લેઆમ કહેતું નથી. તેણે આ વખતે કહ્યું કે "ટ્રોફી અમારી છે".

Live: કર્ણાટકમાં વલણોમાં કોંગ્રેસને ફરી બહુમત, જાણો શું છે BJP-જેડીએસની સ્થિતિ

JDS સાથે ગઠબંધન પર બીજેપી નેતાઓએ શું કહ્યું?
બોમ્મઈ સરકારના મંત્રી આર અશોકે કહ્યું કે પાર્ટી પાસે એક યોજના છે. અમારી પાસે એક યોજના છે. અમે કર્ણાટકમાં બે વાર આવું કર્યું છે. ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિમાં જનતા દળ (સેક્યુલર) કિંગમેકર બનવાની સંભાવના અંગે અશોકે કહ્યું કે આમ કરવું કે નહીં કરવાનો નિર્ણય કેન્દ્રીય ભાજપ નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. વોક્કાલિગા સમુદાય સાથે જોડાયેલા આર અશોક બેંગલુરુના પદ્મનાભનગર મતવિસ્તારમાંથી ચોથી વખત જીત મેળવવા ઈચ્છી રહ્યા છે. તેઓ કનકપુરામાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે પણ ચૂંટણી લડી રહ્યા છે.

કેટલો પગાર હોય તો કેટલા લાખનું ખરીદવું જોઈએ ઘર, આ છે કેલ્ક્યુલેશનના 4 માપદંડો
Women's Health: છોકરીઓ યુવાનીમાં ના કરે આ ભૂલો, પતિ કે બોયફ્રેન્ડ બહાર ફાંફા મારશે
23 વર્ષની આ છોકરીના છે એક બે નહીં છે 1000 બોયફ્રેન્ડ, દર મહિને કમાશે 41 કરોડ
અરેરે... કોની નજર લાગી આ સોના-ચાંદીને : એક જ દિવસમાં ઘડામ કરીને તૂટી ગયા ભાવ

ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર કોણ હશે?
કર્ણાટકમાં 224 સીટો છે. 2018ની ચૂંટણીમાં, ભાજપ 104 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી, ત્યારબાદ કોંગ્રેસ 80 બેઠકો સાથે અને JD(S) 37 બેઠકો સાથે બીજા ક્રમે છે. આ વખતે જો રાજ્યમાં ભાજપની સરકાર બને છે તો હાલના સીએમ બસવરાજ બોમાઈ મુખ્યમંત્રી પદના સૌથી મોટા દાવેદાર છે. લિંગાયત સમુદાયમાંથી આવતા, બોમાઈને તે જ સમુદાયના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાની જગ્યાએ આ પદ આપવામાં આવ્યું હતું.

રાજાને પણ રંક બનાવી દેશે આ રત્ન, ધારણ કરતાં પહેલાં ધ્યાનમાં રાખો કેટલીક ખાસ વાતો
ડાયેટિંગ કરવા છતાં પણ ઓછું થતું નથી વજન તો આજે જ ફોલો કરો આ 10 ટિપ્સ
ભગવાન દુશ્મનને પણ ન આપે પથરીનો દુખાવો, ભોજનમાં આટલી વસ્તુઓ ટાળો, બગડી શકે છે કિડની

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More