Home> India
Advertisement
Prev
Next

Karnataka Election EXIT POLL: ઓલ્ડ મૈસૂર રીઝનની 55 સીટો પર કોંગ્રેસ કરી રહી છે ભાજપના સૂપડા સાફ, જોઇ લો આંકડા

Karnataka Election 2023: ઓલ્ડ મૈસૂર પ્રદેશમાં મતદાનની ટકાવારીમાં પણ કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી આગળ છે. અહીં કોંગ્રેસને 38 ટકા, ભાજપને 26 ટકા અને જેડીએસને 29 ટકા વોટ મળી રહ્યા છે.'

Karnataka Election EXIT POLL: ઓલ્ડ મૈસૂર રીઝનની 55 સીટો પર કોંગ્રેસ કરી રહી છે ભાજપના સૂપડા સાફ, જોઇ લો આંકડા

Karnataka Election EXIT POLL: કર્ણાટક વિધાનસભા માટે મતદાન બુધવારે (10 મે) ના રોજ સમાપ્ત થયું. મહિનાઓ સુધી ચાલેલા ચૂંટણી યુદ્ધ પછી હવે રાજ્યના પરિણામોનો વારો છે, પરંતુ કર્ણાટકના પરિણામો પહેલા એબીપી ન્યૂઝ સી વોટરનો એક્ઝિટ પોલ સામે આવ્યો છે. સત્તાવાર પરિણામો બહાર આવે તે પહેલા એક્ઝિટ પોલમાં કોંગ્રેસ આગળ છે.

એબીપી ન્યૂઝ-સી વોટરના એક્ઝિટ પોલ અનુસાર ઓલ્ડ મૈસૂર પ્રદેશમાં ભાજપનો સફાયો થઈ ગયો છે. કોંગ્રેસે અહીં જોરદાર લીડ જાળવી રાખી છે. ઓલ્ડ મૈસુરમાં 55 સીટો છે, જેમાંથી કોંગ્રેસને 28 થી 32, જેડીએસને 19 થી 23 અને બીજેપીને માત્ર 0-4 સીટો મળી રહી છે. એટલે કે ઓલ્ડ મૈસુર વિસ્તારમાં ભાજપનો સફાયો થઈ ગયો છે.

Karnataka Exit Poll Result:કર્ણાટકમાં કોની બનશે સરકાર? એક્ઝિટ પોલમાં થયો ખુલાસો

કોંગ્રેસને 38 ટકા વોટ
આ સિવાય ઓલ્ડ મૈસૂર પ્રદેશમાં મતદાનની ટકાવારીમાં પણ કોંગ્રેસ ભાજપ કરતાં ઘણી આગળ છે. અહીં કોંગ્રેસને 38 ટકા, ભાજપને 26 ટકા અને જેડીએસને 29 ટકા વોટ મળી રહ્યા છે. આ સિવાય 7 ટકા વોટ અન્યના ખાતામાં જઈ રહ્યા છે. બીજી તરફ અન્યના ખાતામાં 0-3 બેઠકો જતી જોવા મળી રહી છે.

Karnataka Exit Poll માં સૌથી મોટી પાર્ટી બની કોંગ્રેસ, જાણો શું છે ભાજપની સ્થિતિ

એક્ઝિટ પોલમાં, ઓલ્ડ મૈસૂર ક્ષેત્રમાં કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજેપી આંકડામાં ઘણી પાછળ છે. હવે તમામની નજર 13મી તારીખે ટકેલી છે, જે દિવસે ચૂંટણી પરિણામ જાહેર થશે.

AI એ બનાવ્યો ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો, બાળ લીલાથી મહાભારત સુધીનું જોવા મળ્યું સ્વરૂપ
Traffic Police ઉભી રાખશે તો પણ પસ્તાશે! આ ઉપાય કરી લો કયારેય નહીં કાપી શકે Challan!
Home Loan બાબતે રહો સાવધાન! આ બેંકના કરોડો રૂપિયા ફસાયા, લોકોએ ભરવાના બંધ કરી દીધા
શાબાશ! દેશની આ દીકરીનો એક માર્ક્સ ન કાપી શક્યા શિક્ષકો, આવી દીકરી હોય તો ગર્વ થઈ જાય

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More