Home> India
Advertisement
Prev
Next

કર્ણાટક વિધાનસભામાં કાળો જાદુ? મુખ્યમંત્રીના ભાઈ લીંબુ લઈને આવ્યાં

કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષો પોતાની ગઠબંધન સરકાર બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યાં છે. ભાજપના દબાણ અને રાજ્યપાલના આદેશ બાદ પણ આજે બપોરે આપેલી સમય મર્યાદામાં ફ્લોર ટેસ્ટ થયો નહીં. કુમારસ્વામીનું મુખ્યમંત્રી પદ જોખમમાં જોતા તેમના ભાઈએ કોઈ નવો ટુચકો અજમાવ્યો છે. ભાજપના આરોપ છે કે ટુચકા માટે સીએમના ભાઈ અને પ્રદેશ સરકારના મંત્રી એચડી રેવન્ના શુક્રવારે સદનમાં લીંબુ લઈને આવ્યાં. 

કર્ણાટક વિધાનસભામાં કાળો જાદુ? મુખ્યમંત્રીના ભાઈ લીંબુ લઈને આવ્યાં

બેંગ્લુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષો પોતાની ગઠબંધન સરકાર બચાવવા માટે દરેક શક્ય કોશિશ કરી રહ્યાં છે. ભાજપના દબાણ અને રાજ્યપાલના આદેશ બાદ પણ આજે બપોરે આપેલી સમય મર્યાદામાં ફ્લોર ટેસ્ટ થયો નહીં. કુમારસ્વામીનું મુખ્યમંત્રી પદ જોખમમાં જોતા તેમના ભાઈએ કોઈ નવો ટુચકો અજમાવ્યો છે. ભાજપના આરોપ છે કે ટુચકા માટે સીએમના ભાઈ અને પ્રદેશ સરકારના મંત્રી એચડી રેવન્ના શુક્રવારે સદનમાં લીંબુ લઈને આવ્યાં. જો કે કુમારસ્વામીએ કહ્યું કે આવું કશું નથી. અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા રેવન્ના ખુલ્લા પગે સદનમાં પહોંચ્યા હતાં. ત્યારથી તેને અનુષ્ઠાન કે ટુચકા જેવું ગણાવવામાં આવ્યું હતું. કહેવાય છે કે રેવન્ના મુસીબતના સમયે પોતાના હાથમાં લીંબુ રાખે છે. તેમનું માનવું છે કે તેનાથી મુસીબત ટળી જાય છે. 

આમ તો સત્તા મેળવવા માટે પ્રાર્થના, પૂજા પાઠનો દૌર ભાજપમાં પણ ચાલુ છે. ભાજપના સાંસદ શોભા કરંદલજે યેદિયુરપ્પા મુખ્યમંત્રી બને તે માટે અનુષ્ઠાન કરી રહ્યાં છે. મૈસુર સ્થિત શ્રી ચામુંડેશ્વરી દેવી મંદિરમાં તેઓ 1001 સીડીઓ ચઢીને પહોંચ્યાં. તેમણે સમર્થકો સાથે મંદિરમાં પ્રાર્થના કરી કે યેદિયુરપ્પા કર્ણાટકના આગામી મુખ્યમંત્રી બને. 

આ બાજુ લીંબુના ટોટકાના આરોપો પર સ્પષ્ટતા કરતા કુમારસ્વામીએ ભાજપ પર આકરા પ્રહારો કર્યાં. મુખ્યમંત્રીએ કહ્યું કે તમે એક બાજુ હિન્દુ સંસ્કૃતિ પર વિશ્વાસ કરો છો અને બીજી બાજુ બ્લેક મેજિક (કાળા જાદુ)નો આરોપ લગાવો છો. આ દરમિયાન કુમારસ્વામીએ ભાજપને એમ પણ પૂછ્યું કે શું કાળા જાદુથી સરકાર બચે તેવું શક્ય છે? હકીકતમાં રાજ્યના રાજ્યપાલે શુક્રવારે બપોરે 1.30 વાગ્યા સુધીમાં એચડી કુમારસ્વામીને બહુમત સાબિત કરવાનું કહ્યું હતું. શુક્રવારે પણ સદનની કાર્યવાહી શરૂ થયા બાદ હંગામો હતો. કહેવાય છે કે બહુમત પરીક્ષણ સોમવાર સુધી ટળી શકે છે. 

જુઓ LIVE TV

કુમારસ્વામીએ લગાવ્યો આરોપ
રાજ્યપાલે કહ્યું હતું કે બપોર સુધીમાં બહુમત સાબિત કરવાની પ્રક્રિયા પૂરી કરવી જેના પર આજે સીએમએ સદનમાં સ્પષ્ટ રીતે કહ્યું કે રાજ્યપાલના નિર્દેશ મુજબ બપોરે 1.30 કલાક સુધીમાં બહુમત પરીક્ષણ થઈ શકે નહીં. આ દરમિયાન કુમારસ્વામીએ આરોપ લગાવ્યો કે પહેલા દિવસથી જ એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કે આ સરકાર પડશે અને તે અસ્થિર છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More