Home> India
Advertisement
Prev
Next

રામ મંદિર પર કાયદો લાવે સરકાર, કોંગ્રેસ નથી રોકી રહી: સિબ્બલ

અયોધ્યા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી ટાળ્યા બાદ નેતાઓ અને અન્ય લોકોના નિવેદનો શરૂ થઇ ગયા હતા. મંગળવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ આ મેમલે તેમનું નિવેદન આપી ભાજપનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું ‘ અયોધ્યા મામલે સુનાવણી કઇ તારીખે થવી જોઇએ તે કોર્ટ નક્કી કરશે. તે ભાજપ અથવા કોંગ્રેસ નક્કી કરશે નહી.

રામ મંદિર પર કાયદો લાવે સરકાર, કોંગ્રેસ નથી રોકી રહી: સિબ્બલ

નવી દિલ્હી: અયોધ્યા મામલે સોમવારે સુપ્રીમ કોર્ટેમાં સુનાવણી ટાળ્યા બાદ નેતાઓ અને અન્ય લોકોના નિવેદનો શરૂ થઇ ગયા હતા. મંગળવારે કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે પણ આ મેમલે તેમનું નિવેદન આપી ભાજપનો ઘેરાવો કર્યો હતો. તેમણે કહ્યું ‘ અયોધ્યા મામલે સુનાવણી કઇ તારીખે થવી જોઇએ તે કોર્ટ નક્કી કરશે. તે ભાજપ અથવા કોંગ્રેસ નક્કી કરશે નહી.

તેમણે કહ્યું કે જો સરકાર અયોધ્યા રામ મંદિર પર કાયદો બનાવવા માંગે છે તો તે કાયદો બનાવે. કોંગ્રેસને તેને રોકી રહી નથી. કપિલ સિબ્બલે ભાજપની મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે આ મુદ્દો આગમી ચૂંટણીના કારણે ઉઠાવવામાં આવ્યો છે. તેમણે સવાલ કર્યો કે શું સરકાર પાછલા ચાર વર્ષથી સુતી હતી.

તમને જણાવી દઇએ કે અયોધ્યા વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં સોમવારે મહત્વપૂર્ણ સુનાવણી ટાળી દેવામાં આવી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, જસ્ટિસ સંજય કિશન કોલ અને જસ્ટિસ કે.એમ. જોસેફની બેન્ચે આ મામલે નવા વર્ષે જાન્યૂવારીમાં માટે ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ હવે જાન્યૂઆરીમાં આ મામલે સુનાવણીની આગળની તારીથ નક્કી કરશે. તે દિવસે આ પણ નક્કી થશે કે સીજેઆઇ રંનજ ગોગોઇની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની આ બેન્ચ જ આ મામલાની સુનાવણી કરશે અથવા કોઇ નવી બેન્ચની રચના કરવામાં આવશે.

fallbacks

ભાજપ ઉઠાડે છે મુદ્દા: ચિદમ્બરમ
કોંગ્રેસ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે આ એક જાણીતી વાર્તા છે. દર પાંચ વર્ષે ચૂંટણી પહલે ભાજપ રામ મંદિરનો મુદ્દો ઉઠાળે છે. અયોધ્યા મામલે કોંગ્રેસનો રૂખ આજ છે કે મામલો અત્યારે સુપ્રીમ કોર્ટમા છે. આપણે બધાને રાહ જોવી પડશે.

ઉસદુદ્દીન ઓવેસીએ સરકારને આપ્યો પડકાર
જો કોંગ્રેસ સરકાર અયોધ્યા મામલા પર અધ્યાદેશ કરે છે તો ફટકો પડશે. સરકાર મંદિર નિર્માણ માટે અધ્યાદેશ લાવીને રહેશે. તેમણે કહ્યું કે અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય સૌને માનવો પડશે. નિર્ણયનો વિરોધ કરવો યોગ્ય નથી. દેશ પોતાની મર્જીથી નહી પરંતુ બંધારણથી ચાલે છે.

fallbacks

ગદ્દારી કરી રહ્યાં છે મુસ્લિમ: હરિઓમ પાંડેય
ભાજપ સાંસદે નિર્ણય કર્યો છે કે તેઓ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ માટે સાંસદને શીતકાલીન સત્રમાં પ્રાઇવેટ મેમ્બર બીલ લાવશે. પાંડેયે કહ્યું તે જો મુસ્લિમ સમાજ માટે મંદિર નિર્માણ માટે સ્વેચ્છાથી જમીન નહી આપી રહ્યા તો તેઓ દેશથી ગદ્દારી કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં જ ભગવાન રામનો જન્મ થયો હતો. ઇતિહાસકાર પણ તેનું પ્રમાણ આપી ચુક્યા છે. એવામાં મુસ્લિમ સમાજના લોકો ના જાણે કઇ હદથી આ જમીન પર તેમનો દાવો કરી રહ્યા છે.

દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More