Home> India
Advertisement
Prev
Next

કાનપુર હત્યાકાંડમાં જય બાજપેયી પણ સામેલ, પૂછપરછમાં કર્યાં અત્યંત ચોંકાવનારા ખુલાસા

ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરમાં 2 જુલાઈની રાતે થયેલા પોલીસ હત્યાકાંડ મામલે જય બાજપેયી અને તેના સાથે પ્રશાંત શુક્લા ઉર્ફે ડબ્બુએ પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જય બાજપેયીએ 2 જુલાઈની ઘટનાના બે દિવસ પહેલા પ્રશાંત શુક્લા સાથે  બિકરુ ગામ જઈને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને 2 લાખ રૂપિયા અને 25 જીવતા કારતૂસ આપ્યા હતાં. 

કાનપુર હત્યાકાંડમાં જય બાજપેયી પણ સામેલ, પૂછપરછમાં કર્યાં અત્યંત ચોંકાવનારા ખુલાસા

કાનપુર: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુરમાં 2 જુલાઈની રાતે થયેલા પોલીસ હત્યાકાંડ મામલે જય બાજપેયી અને તેના સાથે પ્રશાંત શુક્લા ઉર્ફે ડબ્બુએ પોલીસ પૂછપરછમાં મોટો ખુલાસો કર્યો છે. જય બાજપેયીએ 2 જુલાઈની ઘટનાના બે દિવસ પહેલા પ્રશાંત શુક્લા સાથે  બિકરુ ગામ જઈને હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને 2 લાખ રૂપિયા અને 25 જીવતા કારતૂસ આપ્યા હતાં. 

હવે સરહદે ઘૂસણખોરી નહીં કરી શકે ચીન, રાફેલ ફાઈટર વિમાનોની લદાખમાં થઈ શકે છે તૈનાતી

અત્રે જણાવવાનું કે યુપી પોલીસે જય બાજપેયી અને તેના સાથે પ્રશાંત શુક્લાની કાનપુર પોલીસ હત્યાકાંડમાં સામેલ હોવાના આરોપમાં ધરપકડ કરી છે. યુપી પોલીસે જય બાજપેયી વિરુદ્ધ 120બી અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે. 

વિકાસ દુબે મામલે UP પોલીસનો મોટો ખુલાસો, ગેંગસ્ટરના કોલ રિકોર્ડથી ખુલ્યું આ રહસ્ય

કાનપુરની નજીરાબાદ પોલીસ રવિવારે સાંજે જય બાજપેયીને લઈને તેના ઘરે પણ ગઈ હતી. ગાલે એસએસપી અને એસપી સહિત અને પોલીસ સ્ટેશનની પોલીસ ફોર્સ મોડી રાત સુધી નજીરાબાદ પોલીસ સ્ટેશનમાં હાજર હતી. હજુ પણ જય બાજપેયીની યુપી એસટીએફ પૂછપરછ કરી રહી છે. 

જુઓ LIVE TV

2 જુલાઈના રોજ કાનપુરના બિકરુ ગામમાં હિસ્ટ્રીશીટર વિકાસ દુબે અને તેના સાથીઓએ સીઓ દેવેન્દ્ર મિશ્રા સહિત 8 પોલીસકર્મીઓની હત્યા કરી હતી. પોલીસ ટીમ તેને પકડવા માટે બિકરુ ગામ ગઈ હતી. પરંતુ વિકાસ દુબે અને તેના સાથીઓએ પોલીસ ટીમને ઘેરીને તેમના પર હુમલો કરી તેમનું એન્કાઉન્ટર કરી નાખ્યું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More