Home> India
Advertisement
Prev
Next

BMCએ ઓફિસમાં કરી તોડફોડ, કંગનાએ કહ્યું- 'ફરી બનશે રામ મંદિર, જય શ્રી રામ'

શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે મુંબઇ પહોંચી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસનો એક ભાગ ગેરકાયદે ગણાવીને તોડફોડની કાર્યવાહી કરી. બીએમસીએ પહેલા નોટિસ ફટકારી અને ત્યારબાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની વાત કરી અને થોડી જ વારમાં બીએમસીના અધિકારીઓ હથોડો લઈને કંગનાની ઓફિસ પહોંચી ગયાં. ઓફિસની અંદર તોડફોડ કરી. લગભગ અઢી કલાકની કાર્યવાહી બાદ બીએમસીની ટીમ કંગનાની ઓફિસથી પાછી ફરી. બીએમસીની કાર્યવાહી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. 

BMCએ ઓફિસમાં કરી તોડફોડ, કંગનાએ કહ્યું- 'ફરી બનશે રામ મંદિર, જય શ્રી રામ'

મુંબઇ: શિવસેના નેતાઓની ધમકી વચ્ચે અભિનેત્રી કંગના રનૌત આજે મુંબઇ પહોંચી રહી છે. બીએમસીએ કંગનાની ઓફિસનો એક ભાગ ગેરકાયદે ગણાવીને તોડફોડની કાર્યવાહી કરી. બીએમસીએ પહેલા નોટિસ ફટકારી અને ત્યારબાદ ગેરકાયદે બાંધકામ તોડી પાડવાની વાત કરી અને થોડી જ વારમાં બીએમસીના અધિકારીઓ હથોડો લઈને કંગનાની ઓફિસ પહોંચી ગયાં. ઓફિસની અંદર તોડફોડ કરી. લગભગ અઢી કલાકની કાર્યવાહી બાદ બીએમસીની ટીમ કંગનાની ઓફિસથી પાછી ફરી. બીએમસીની કાર્યવાહી વિરુદ્ધ બોમ્બે હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. 

રિયાએ ડ્રગ્સની જાળમાં ફસાવી રાખ્યો હતો? સુશાંતના મોત પહેલાના VIDEO જોઈને બધા સ્તબ્ધ

કંગનાએ બીએમસીની સરખામણી બાબર સાથે કરી. કંગનાએ કહ્યું કે બાબર તોડશે પરંતુ રામ મંદિર ફરીથી બનશે. 

કંગના પાછળ કેમ પડી ગઈ છે રિયા ગેંગ?
સુશાંત સિંહ રાજપૂત કેસમાં સૌથી મોટી આરોપી રિયા ચક્રવર્તી હાલ જેલમાં છે. જેલમાં જવાનું કારણ ડ્રગ્સ છે. તે ડ્રગ્સ જેના કારણે સુશાંત જેવો હસતો રમતો માણસ મોતના મોઢામાં પહોંચી ગયો અને હવે બોલિવૂડની અનેક હસ્તીઓનું નામ આ ડ્રગ્સ કનેક્શનમાં જોડાવવા લાગ્યુ છે તથા આ હસ્તિઓને હવે ડર લાગી રહ્યો છે કે ક્યાંક તેમનો ખેલ દુનિયા સામે ન આવી જાય. રિયા પર આરોપ છે કે તે સુશાંતને ડ્રગ્સ આપતી હતી. ZEE NEWS પાસે તેના પુરાવા પણ છે. 

Kangana Ranaut એ મુંબઇ પહોંચતા પહેલા જ ફોડ્યો 'ટ્વીટ બોમ્બ', જાણો શું કહ્યું?

આ વીડિયો સામે આવ્યા છતાં બોલિવૂડ રિયાને સપોર્ટ કરી રહ્યું છે. રિયાના સમર્થનમાં ઉતરેલી બોલિવૂડની રિયા ગેંગ માને છે કે રિયા એક છોકરી છે આથી તેની સાથે ખોટું થઈ રહ્યું છે. પરંતુ આ જ બોલિવૂડ કંગના રનૌત વિરુદ્ધ ચાલી રહેલા એજન્ડા  પર ચૂપ છે અને આ બધાનું કારણ એ છે કે કંગનાએ બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન પર ખુલીને સાચું કહ્યું અને રિયાને નહીં પરંતુ સુશાંતને સપોર્ટ કર્યો. 

કંગનાને સાચુ બોલવું ભારે પડ્યું!
કંગનાએ સુશાંતના મોત બાદ ન્યાયની માગણી કરી. બોલિવૂડના નેપોટિઝનનો ખુલીને પર્દાફાશ કર્યો. ડ્રગ કનેક્શન પર ખુલીને કંગનાએ પોતાનો મત રજુ કર્યો. જે કંગનાને ભારે પડી રહ્યુ છે. રિયા ગેંગ આ સત્યથી ધૂંધવાઈ છે અને કંગનાની સામે પડી છે. બીએમસી, શિવસેના અને મહારાષ્ટ્ર સરકાર કંગના પર આરોપ લગાવી રહી છે. ધમકાવી રહી છે. મુંબઈ આવવાની પણ ના પાડી દીધી. રસ્તાઓ પર કંગના વિરુદ્ધ નારેબાજી થવા લાગી. પરંતુ કોઈ હસ્તી તેના પડખે જોવા મળી રહી નથી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More