Home> India
Advertisement
Prev
Next

SC/ST એક્ટ અંગે શિવરાજે કોને પુછીને નિવેદન આપ્યું, તેઓ કાયદાથી પર નહી: કમલનાથ

હાઇકોર્ટ બાર એસોસિએશને જણાવ્યું કે SC/ST એક્ટના 75 ટકા કેસમાં લોકો નિર્દોષ છુટ્યા જેનો સ્પષ્ટ અર્થ છે કે કાયદાનો દુરૂપયોગ થયો હતો

SC/ST એક્ટ અંગે શિવરાજે કોને પુછીને નિવેદન આપ્યું, તેઓ કાયદાથી પર નહી: કમલનાથ

ભોપાલ : મધ્યપ્રદેશમાં અનુસૂચિત જાતી અને અનુસૂચિત જનજાતી (અત્યાચાર નિરોધક) અધિનિયમનાં દુરૂપયોગ નહી થવા સંબંધી રાજ્યના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના નિવેદન અંગે પ્રતિક્રિયા આપતા પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કમલનાથે કહ્યું કે, મુખ્યમંત્રી કાયદાથી ઉપર નથી. કમલનાથે કહ્યું કે, હું શિવરાજને પુછવા માંગીશ કે શું તેમણે આ નિવેદન પાર્ટીની સલાહ લઇને આપ્યું હતું. 

કમલનાથે જણાવ્યું કે, ચૌહાણે તો મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, જો તમે શપથ ભણો તો તેમણે કહ્યું કે, અમે દેશના સંવિધાન અને કાયદાનું પાલન કરીશું. તો તેનો જવાબ તમારે પોતે જ આપે કે તેમણે કોની પાસેથી સલાહ લીધી. એસસી-એસટી એક્ટની સ્થિતી અહીં (મધ્યપ્રદેશ)માં શું છે. તેમણે કહ્યું કે, કોઇ વ્યક્તિ કાયદાથી ઉપર નથી હોતું. ન અમે છી કે ન તો તેઓ પણ છે. 

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ચૌહાણે ગુરૂવારે બાલઘાટમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર એસસી-એસટી એક્ટનો મધ્યપ્રદેશમાં દુરૂપયોગ નહી થવા દેવામાં આવે. આ એક્ટ હેઠળ કરવામાં આવેલ ફરિયાદોની સંપુર્ણ તપાસ વગર કોઇની વિરુદ્ધ કેસ દાખલ નહી કરવામાં આવે. તપાસ વગર ધરપકડ પણ નહી થાય. તેના માટે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ઝડપથી નિર્ણય પણ જાહેર કરવામાં આવશે. 

75 ટકા લોકો થયા એસસી-એસટી એક્ટનાં કેસમાંથી મુક્ત : હાઇકોર્ટ બાર એસોસિએશન
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ હાઇકોર્ટનાં બાર એસોસિએશનના એક પદાધિકારીએ એક સર્વેક્ષણના આદારે શુક્રવારે દાવો કર્યો હતો કે 2015-16માં જે લોકોની વિરુદ્ધ અનુસૂચિત જાતી- જનજાતી નિવારણ કાયદા હેઠળ કેસ દાખલ કરીને તેમાંથી 75 ટકા લોકો છુટી ગયા. જેનો સ્પષ્ટ અર્થ છે કે એસસી-એસટી એક્ટનો દુરૂપયોગ કરવામાં આવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More