Home> India
Advertisement
Prev
Next

UP ના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન, લખનઉના SGPGI હોસ્પિટલમાં હતા દાખલ

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નિધન બાદ રાજકીય વર્તુળમાં શોક લહેર પ્રસરી જવા પામી હતી. દિગ્ગજ નેતાના નિધનથી ભાજપને મોટું નુકસાન થયું છે.

UP ના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન, લખનઉના SGPGI હોસ્પિટલમાં હતા દાખલ

લખનઉ: આજે મોડી રાત્રે  યૂપીના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન થયું હતું. તેમને લખનઉની એસજીપીઆઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લાંબા સમયની માંદગી બાદ 89 વર્ષની વયે તેમનું નિધન થયું છે. તેઓ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ રહી ચૂક્યા હતા. તેમની તબિયત નાજૂક હોવાથી પીએમ નરેન્દ્ર મોદીએ તેમના સ્વાસ્થ્યને લઇને ચિંતા વ્યક્ત કરી હતી. 

પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નિધન બાદ રાજકીય વર્તુળમાં શોક લહેર પ્રસરી જવા પામી હતી. દિગ્ગજ નેતાના નિધનથી ભાજપને મોટું નુકસાન થયું છે. રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ કલ્યાણ સિંહના નિધનના સમાચારથી પક્ષ-વિપક્ષ બંને તરફ શોકનું મોજું ફરી વળ્યું છે. 

શુક્રવારે જ સીએમ યોગી આદિત્યનાથ, કલ્યાણ સિંહના ખરબ અંતર પૂછવા માટે એસજીપીજીઆઇ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરોની ટીમે જણાવ્યું હતું કે રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલની સ્થિતિ ગંભીર છે અને મેડિકલ એક્સપર્ટ, તેમના સ્વાસ્થ્યની દેખરેખ કરી રહ્યા છે. પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઇ સુધારો થઇ રહ્યો નથી. તેમને વેન્ટિલેટર પર પણ રાખવામાં આવ્યા હતા અને હાઇ પ્રેશ ઓક્સિજન પણ આપવો પડ્યો હતો. પરંતુ શનિવારે મોડી રાત્રે સ્થિતિ વધુ બગડી ગઇ અને ડોક્ટરોની ટીમ કલ્યાણ સિંહને બચાવી શકી નહી. 

જો તમારી પાસે છે આ ખાસ 1 Rs નો Coin, તો તમને મળશે 10 કરોડ રૂપિયા; જાણો કેવી રીતે

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને યૂપીના પૂર્વ સીએમ કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ કહ્યું, 'કલ્યાણ સિંહજીએ દેશન કરોડો વંચિત-શોષિત લોકોને પોતાનો અવાજ આપ્યો. તેમણે ખેડૂતો યુવાઓ અને મહિલાઓના કલ્યાણ માટે ખૂબ કામ કર્યું. 

કેંદ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે કલ્યાણ સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. રાજથાન સિંહે ટ્વીટ કરીને કહ્યુંક એ 'શ્રી કલ્યાણ સિંહજી નિધનથી મેં મારા મોટાભાઇ અને સાથી ગુમાવ્યા છે. તેમના નિધનથી ખાલી પડેલી જગ્યા ભરપાઇ થવી લગભગ અસંભવ છે. ઇશ્વર તેમના શોક સંતપ્ત પરિવારને દુખની આ કઠિન ઘડીમાં ધૈર્ય અને સંબલ પ્રદાન કરે. ઓમ શાંતિ!'

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ ટ્વીટ કરીને કલ્યાણ સિંહના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે 'ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ શ્રી કલ્યાણ સિંહનું નિધન હદય વિદારક! દિવંગત આત્માને શાંતિ તથા શોક સંતપ્ત પરિવારને દુખ સહન કરવાની શક્તિ આપે ભગવાન.' 

બે વાર યૂપીના મુખ્યમંત્રી રહ્યા
અલીગઢના મઢૌલી ગામમાં 5 જાન્યુઆરી 1932 ના રોજ જન્મેલા કલ્યાણ સિંહ (Kalyan Singh) ભાજપના કદાવર નેતાઓમાં સામેલ હતા. કલ્યાણ સિંહ 2 વાર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અને રાજસ્થાનના રાજ્યપાલ પણ રહ્યા હતા. એક જમાનામાં કલ્યાણ રામ મંદિર અંદોલનનો સૌથી મોટા ચહેરામાંથી એક હતી. તેમની ઓળખ હિંદુત્વવાદી અને પ્રખર વક્તા તરીકે હતી. એવામાં ઇતિહાસ પણ કલ્યાણ સિંહના યોગદાનોને હંમેશા યાદ રાખશે. કલ્યાણ સિંહનું જવું ભારતીય રાજકારણ માટે એક મોટી ખોટ છે જેની ભરપાઇ ક્યારેય થઇ શકશે નહી.  

રામ મંદિર આંદોલનમાં રહી સક્રિયતા
કલ્યાણ સિંહના રાજકીય જીવનમાં ઘણા વિરોધી રહ્યા, ઘણા લોકોને તેમની વિચારધાર પસંદ ન હતી, પરંતુ તેમછતાં તેમને એક દિગ્ગજ નેતાનું બિરૂદ મળી ગયું હતું. રામ મંદિર આંદોલનમાં તો તેમની એવી સક્રિયતા રહી કે તેમને પોતાની સીએમની ખુરશી પણ કુર્બાન કરવી પડી. એવામાં ઇતિહાસ પણ કલ્યાણ સિંહના યોગદાનને હંમેશા યાદ રાખશે. કોઇ તેમના ટીકાકાર હશે તો કોઇ તેમને મસીહા ગણાવશે. પરંતુ યાદ બધા જ કરશે કારણ કે ભારતીય રાજકારણનું મહત્વપૂર્ણ અંગ રહ્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More