Home> India
Advertisement
Prev
Next

Juhi Chawla 5G Case Verdict: દિલ્હી હાઈકોર્ટે 5G ટેક્નોલોજી પર જૂહી ચાવલાની અરજી ફગાવી, 20 લાખનો દંડ ફટકાર્યો

અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આજે આ મામલામાં ચુકાદો આવ્યો છે. કોર્ટે તેની અરજી ફગાવી દીધી છે. 

Juhi Chawla 5G Case Verdict: દિલ્હી હાઈકોર્ટે 5G ટેક્નોલોજી પર જૂહી ચાવલાની અરજી ફગાવી, 20 લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી જૂહી ચાવલા (Actress Juhi Chawla) તરફથી દિલ્હી હાઈકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેક્નોલોજીને લઈને દાખલ કરવામાં આવેલી અરજી રદ્દ થઈ ગઈ છે. સાથે કોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જસ્ટિસ જેઆર મિધાની પીઠે આ મામલામાં શુક્રવારે પોતાનો ચુકાદો આપ્યો છે. આ પહેલા બુધવારે સુનાવણી પૂરી થઈ ચુકી હતી. 

કોર્ટે કહ્યું કે, અરજીકર્તાએ પૂરી કોર્ટ ફી જમા કરાવી નથી જે દોઢ લાખથી ઉપર છે. તેને એક સપ્તાહની અંદર આ રકમ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે, આ અરજી લીગલ એડવાઇઝ પર આધારિત હતી, જેમાં કોઈ તથ્ય રાખવામાં આવ્યા નથી. અરજીકર્તાએ પબ્લિસિટી માટે કોર્ટનો કિંમતી સમય બરબાદ કર્યો. આ વાત તેનાથી સ્પષ્ટ થાય છે કે તેમણે કોર્ટની કાર્યવાહીની વીડિયો લિંક પોતાના ફેન્સ સાથે શેર કરી. 

કોર્ટની કાર્યવાહીના દુરૂપયોગ માટે જૂહી ચાવલા પર દંડ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, અરજીકર્તાને ખુદ ખ્યાલ નથી કે તથ્યોને લઈને અરજી દાખલ કરવામાં આવી. આ સંપૂર્ણ રીતે કાયદાકીય સલાહ પર આધારિત હતી, જે પબ્લિસિટી માટે દાખલ કરવામાં આવી. 

આ પણ વાંચોઃ કમિટી સાથે CM અમરિંદરે કરી ચર્ચા, પાર્ટી નેતાઓની ફરિયાદનો આપ્યો જવાબ

અભિનેત્રી જૂહી ચાવલાએ દેશમાં 5જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરુદ્ધ સોમવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો અને નાગરિકો, જાનવરો, વનસ્પતિઓ અને જીવો પર વિકિરણના પ્રભાવ સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો. મામલો સુનાવણી માટે ન્યૂયમૂર્તિ સી હરિશંકરની પાસે આવ્યો, જેણે આ અરજી બે જૂને સુનાવણી માટે બીજી પીઠ સમક્ષ સ્થાણાંતરિત કરી દીધી હતી. 

શું છે જૂહી ચાવલાની અરજીમાં
જૂહી ચાલવાની અરજીમાં દાવો કરવામાં આવ્યો કે 5જી વાયરલેસ ટેક્નોલોજી યોજનાઓથી મનુષ્યો પર ગંભીર, અપરિવર્તનીય પ્રભાવ અને પૃથ્વીની ઇકોસિસ્ટમ્સને સ્થાયી નુકસાન પહોંચવાનો ખતરો છે. ચાવલા, વીરેશ મલિક અને ટીના વચાણીએ અરજી દાખલ કરી કહ્યું કે, જો દૂરસંચાર ઉદ્યોગની 5જી સંબંધિત યોજનાઓ પૂરી થાય છે તો પૃથ્વી પર કોઈપણ વ્યક્તિ, કોઈ જાનવર, પક્ષી, કોઈ કીટ અને કોઈ વૃક્ષ તેના પ્રતિકૂળ પ્રભાવથી બચી શકશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More