Home> India
Advertisement
Prev
Next

પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દેખાડી બોલ્યા જેપી નડ્ડા- બંગાળમાં TMC ની વિદાય નક્કી

વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election)  ને ધ્યાનમાં રાખી ભાજપે આજથી બંગાળમાં રથયાત્રા (BJP Parivartan Yatra) શરૂ કરી છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ આ રથયાત્રાને લીલી ઝંડી દેખાડી છે. 
 

પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દેખાડી બોલ્યા જેપી નડ્ડા- બંગાળમાં TMC ની વિદાય નક્કી

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં પરિવર્તન યાત્રાને લીલી ઝંડી દેખાડવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) નદિયા જિલ્લામાં પહોંચી ચુક્યા છે. તેની પહેલા આયોજીત રેલીમાં તેમણે મમતા બેનર્જી (Mamata Banerjee) પર નિશાન સાધ્યુ હતું. જેપી નડ્ડાએ કહ્યુ કે, મમતા બેનર્જીએ 70 લાખ કિસાનોને સન્માન નિધિ યોજનાથી વંચિત રાખ્યા. હવે મમતા બેનર્જી બંગાળમાં આ યોજના લાગૂ કરવા જઈ રહ્યા છે, પરંતુ હવે પસ્તાવાથી કંઈ થશે નહીં. આ પહેલા નડ્ડાએ નેતૃત્વમાં બંગાળ ભાજપનો રોડ શો પણ કાઢ્યો હતો. 

નડ્ડાએ (JP Nadda) કહ્યુ કે, મમતા બેનર્જી વિકાસની રાહમાં વિઘ્ન છે. તેમના જવાથી બંગાળનો વિકાસ થશે. મમતા રાજમાં જ્યારે મારા પર હુમલો થઈ શકે છે તો આમ આદમીની શું સ્થિતિ હશે, તેને સારી રીતે સમજી શકાય છે. 

આ પહેલા નડ્ડાના રોડ-શોમાં મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા હતા. રોડ શો દરમિયાન નડ્ડાએ કહ્યુ, જે હર્ષોલ્લાસ હું જોઈ રહ્યો છું તે જણાવે છે કે મોદીજીના કામ જે તેમણે કર્યા છે અને જે તેમણે બંગાળને આપવાનો પ્રયાસ કર્યો છે, જેને મમતાજીએ રોકવાનું કામ કર્યું છે. તેનાથી અહીંની જનતા ત્રસ્ત અને દુખી છે. 

બંગાળના કિસાનોને વંચિત રાખવામાં આવ્યા
જેપી નડ્ડા (JP Nadda) એ શાહપુર ગામમાં કૃષક સુરક્ષા સહ ભોજમાં ભાગ લીધો અને ત્યારબાદ સભાને સંબોધિત કરી હતી. નડ્ડાએ કહ્યુ, મમતા બેનર્જીના (Mamata Banerjee)  જીદ અને ઈગોને કારણે મોદીના પીએમ કિસાન સન્માન કાર્યક્રમને લાગૂ ન થવા દીધી. અમારા બંગાળના 70 લાખ કિસાન 14000 રૂપિયાના સહયોગથી વંચિત રહ્યા. જ્યારે 25 લાખ કિસાનોએ કેન્દ્રને ખુદ અરજી મોકલી દીધી તો કહે કે હું પણ લાગૂ કરીશ પરંતુ હવે પસ્તાવાથી શું. 

આ પણ વાંચોઃ Kisan Andolan: રાકેશ ટિકૈતનું સરકારને અલ્ટીમેટમ, 2 ઓક્ટોબર સુધી પરત લે કૃષિ કાયદો, બાકી....  

મમતાને આટલો ગુસ્સો કેમ આવે છે
રેલી દરમિયાન નડ્ડાએ કહ્યુ, જ્યારે અમે બોલીએ તો સામે નારો લાગે છે જય શ્રી રામ. જ્યારે હું અહીં આવ્યો તો હેલીપેડથી રસ્તામાં હાથ હલાવતો હતો તો બીજીતરફ કહેતા હતા કે ક્ષીરામ અને મમતા દીને જય શ્રીરામથી આટલો ગુસ્સો કેમ આવે છે. કિસાનોની સેવા કરી હોત તો આ દિવસ જોવાનો વારો ન આવ્યો હોત. નડ્ડાએ કહ્યુ કે, બંગાળના કિસાન મજબૂર આર્થિક દ્રષ્ટિથી નબળી છે. 

ભાજપના અધ્યક્ષે કહ્યુ, અહીં કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી. અહીં સ્ટોરેજની વ્યવસ્થા નથી. હવે બંગાળમાં કમળ ખિલશે અને બંગાળમાં વિકાસ થશે, આ મારૂ તમને વચન છે. મહત્વનું છે કે બંગાળ પોલીસે કેટલીક શરતોની સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી આપી છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More