Home> India
Advertisement
Prev
Next

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકી ઠાર

ત્રણ આતંકીઓએ થોડા દિવસ પહેલા ભારતમાં ઘુષણખોરી કરી હતી. સેનાના જવાનોની મદદથી આતંકીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુદૂર છતાપાની-દુગરન ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 

J&K: સુરક્ષાદળોને મળી મોટી સફળતા, અથડામણમાં બે આતંકી ઠાર

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. પુંછ (Poonch) જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણમાં (Encounter) બે પાકિસ્તાની આતંકીઓને ઠાર કર્યા છે. જ્યારે અન્ય એકની શોધખોળ ચાલી રહી છે. સુરક્ષાદળોની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે. 

હકીકતમાં ત્રણ આતંકીઓએ થોડા દિવસ પહેલા ભારતમાં ઘુષણખોરી કરી હતી. સેનાના જવાનોની મદદથી આતંકીઓની હાજરીની જાણકારી મળ્યા બાદ સુદૂર છતાપાની-દુગરન ગામમાં સંયુક્ત ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રવિવારે સુરક્ષાદળોએ આતંકવાદીઓને ચારે તરફથી ઘેરી લીધા અને સરેન્ડર કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બર્ફવર્ષાને કારણે ત્રણેય આતંકીઓ છુપાવામાં સફળ રહ્યાં હતા. 

આ પણ વાંચોઃ Farmers Protest: આવતીકાલે કિસાનોની ભૂખ હડતાલ, દિલ્હીના બધા નાકા પર કરશે અનશન  

ત્યારબાદ ત્યાં અથડામણ શરૂ થઈ હતી. જેમાં બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જ્યારે ત્રીજા આતંકીનું સર્ચ ચાલી રહ્યું છે. સુરક્ષાદળોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરમાં જારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પાકિસ્તાન તરફથી સતત ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પરંતુ ભારે ઠંડી અને ઝાકળ છતાં મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો પર પહોંચી રહ્યાં છે. 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More