Home> India
Advertisement
Prev
Next

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓનો ખાતમો કર્યો, એક જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના સોપોર જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજ સવારથી અથડામણ ચાલુ થઈ ગઈ છે.

J&K: સોપોરમાં સુરક્ષાદળોએ બે આતંકીઓનો ખાતમો કર્યો, એક જવાન શહીદ

નવી દિલ્હી/શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે સવારથી અથડામણ ચાલી રહી હતી જેમાં બે આતંકીઓનો ખાતમો કરાયો છે. સેનાનો એક જવાન બ્રિજેશકુમાર પણ શહીદ થયો છે. શુક્રવારે સવારે આ અથડામણ રાજ્યના સોપોરના પાજલપોરા વિસ્તારમાં થઈ. જેમાં 22 રાજસ્થાન રાઈફલ્સ, એસઓજી અને સીઆરપીએફ 92ની બટાલિયન સામેલ હતી. 

સોપોરના એસએસપી જાવેદ ઈકબાલે જણાવ્યું કે બંને તરફથી થઈ રહેલું ફાયરિંગ હવે અટકી ગયું છે. પરંતુ સર્ચ અભિયાન ચાલુ છે. માર્યા ગયેલા બંને આતંકીઓની ઓળખ હજુ થઈ નથી. અત્રે જણાવવાનું કે ગુરુવારે જ સુરક્ષાદળોએ કાશ્મીરમાં અલગ અલગ અથડામણોમાં 6 આતંકીઓનો ખાતમો કર્યો હતો. 

fallbacks

ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. બે અલગ અલગ જગ્યાએ થયેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને ઠાર કર્યાં હતાં. અનંતનાગ જિલ્લાના બિજબેહરામાં સુરક્ષાદળોએ એક અથડામણમાં ચાર આતંકીઓને ઠાર કર્યાં હતાં. 

fallbacks

આ બાજુ બારામુલ્લાના કિરી ગામમાં થયેલી એક અન્ય અથડામણમાં બે આતંકીઓ ઠાર થયા હતાં. આ અથડામણ બાદ આતંકીઓ પાસેથી સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ જપ્ત કર્યા હતાં. એક અન્ય ઘટનામાં સુરક્ષાદળોએ પોલીસની સાથે મળીને આતંકીઓ માટે કામ કરનારા એક ઓવરગ્રાઉન્ડ વર્કરને દબોચવામાં પણ સફળતા મેળવી. 

દેશના વધુ સમાચારો માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More