Home> India
Advertisement
Prev
Next

અજબ પ્રેમ કી ગજબ કહાની! 65 વર્ષની ઉંમરમાં માતા બની મહિલા,ખુશીથી ઝૂમી ઉઠ્યો 80 વર્ષીય પતિ

જમ્મૂ કાશ્મીરમાં પૂંછ જિલ્લા (Poonch District)માં 65 વર્ષીય મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરોના અનુસાર માતા અને પુત્રી બિલકુલ ઠીક છે. મહિલાના નામે જમ્મૂ-કાશ્મીરની સૌથી મોટી ઉંમરમાં માતા બનવાનો રેકોર્ડ બની ગયો છે.

અજબ પ્રેમ કી ગજબ કહાની! 65 વર્ષની ઉંમરમાં માતા બની મહિલા,ખુશીથી ઝૂમી ઉઠ્યો 80 વર્ષીય પતિ

નવી દિલ્હી: કહેવામાં આવે છે જ્યારે માણસ કોઇ કામ કરવાનું નક્કી કરી લે છે તો તેની આગળ ઉંમર કે મુશ્કેલીઓ ઘૂંટળિયા ટેકી દે છે. આવો જ એક આશ્વર્યજનક અજીબોગરીબ મામલો જમ્મૂ કાશ્મીરથી સામે આવ્યો છે. અહીંયા રહેનાર એક મહિલાએ 65 વર્ષની ઉંમરમાં એક બાળકીને જન્મ આપ્યો છે. અમારી વાત સાંભળીને તમે પણ આશ્વર્ય ન પામશો? જાણો સમગ્ર મામલો.

65 વર્ષની ઉંમરમાં માતા બની મહિલા
જમ્મૂ કાશ્મીરમાં પૂંછ જિલ્લા (Poonch District)માં 65 વર્ષીય મહિલાએ એક બાળકને જન્મ આપ્યો છે. ડોક્ટરોના અનુસાર માતા અને પુત્રી બિલકુલ ઠીક છે. મહિલાના નામે જમ્મૂ-કાશ્મીરની સૌથી મોટી ઉંમરમાં માતા બનવાનો રેકોર્ડ બની ગયો છે. તમને જણાવી દઇએ કે એક 10 વર્ષનો પુત્ર પણ છે. 

મહિલાના પતિની ઉંમર 80 વર્ષ છે
મહિલાના પતિનું નામ હાકિમ દીન છે. તેમની ઉંમર 80 વર્ષ છે. હાકિમે જણાવ્યું કે તે પૂંછમાં કેસૈલા સુરનકોટમાં રહે છે. તેમણે પોતાની પત્નીને થોડા દિવસો પહેલાં હોસ્પિટલમાં ભરતી કરાવી હતી. ત્યાં તેમણે સોમવારે એક બાળકીને જન્મ આપ્યો છે. તેમણે એ પણ જણાવ્યું કે દસ વર્ષ પહેલાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. હવે પુત્રીના જન્મથી તે લોકો એકદમ ખુશ છે. 

આજ સુધી જોયો નથી આવો કેસ- સીએમઓ
પૂંછના સીમઓના અનુસાર હાલ તે મહિલા સૌથી વધુ ઉંમરમાં માતા બનનાર જમ્મૂ કાશ્મીર (Jammu & Kashmir)ની પહેલી મહિલા બની ગઇ છે. મોટાભાગે મહિલાઓ 47 વર્ષની ઉંમર સુધી જ માતા બની શકે છે, પરંતુ આ એક અનોખો અને આશ્વર્યજનક કેસ છે. મા અને પુત્રીની તબિયત બિલકુલ ઠીક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More