Home> India
Advertisement
Prev
Next

Ground Report: પથ્થરોની નહીં, કલાકારોનું છે સુંદર કાશ્મીર, બદલાઇ રહી છે પરિસ્થિતિ

જે કાશ્મીર (Kashmir)ને અમે અને તમે સમાચારોના માધ્યમથી જોઇએ છે. તેનાથી અલગ આ જન્નતમાં જોવા માટે ઘણું બધું એવું છે જે આંખો ખોલી રહી છે. સામાન્ય માણસના સપના, તેમનું ટેલેન્ટ, તેમની ઇચ્છાઓ અને સૌથી મોટી વાત કાશ્મીર હવે હિન્દુસ્તાનની સાથે વિકાસના માર્ગ પર ચાલવા માંગે છે.

Ground Report: પથ્થરોની નહીં, કલાકારોનું છે સુંદર કાશ્મીર, બદલાઇ રહી છે પરિસ્થિતિ

બારામૂલા: જે કાશ્મીર (Kashmir)ને અમે અને તમે સમાચારોના માધ્યમથી જોઇએ છે. તેનાથી અલગ આ જન્નતમાં જોવા માટે ઘણું બધું એવું છે જે આંખો ખોલી રહી છે. સામાન્ય માણસના સપના, તેમનું ટેલેન્ટ, તેમની ઇચ્છાઓ અને સૌથી મોટી વાત કાશ્મીર હવે હિન્દુસ્તાનની સાથે વિકાસના માર્ગ પર ચાલવા માંગે છે.

આ પણ વાંચો:- CM યોગી અયોધ્યા પહોંચ્યા, રામ મંદિર ભૂમિ પૂજનની તૈયારીઓની કરી રહ્યાં છે સમીક્ષા

બારામૂલાના રહેવાસી યુવાન અરશદ મલિક કોઇ સ્ટાર નથી પરંતુ એક હોટલમાં સફાઇનું કામ કરતો હતો પરંતુ લોકડાઉનમાં તે કામ પણ છૂટી ગયું. હવે તેની પાસે એટલા રૂપિયા નથી કે તે એક ક્વોલિટી વીડિયો બાનાવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની વ્યવસ્થા કરી શકે પરંતુ ટેલેન્ટ ક્યાં રોકાય છે. તે વિસ્તારના લોકો અરશદને સુપર સ્ટાર કહે છે. તે રેપ એન્ડ બોલિવુડ એટલે કે આર એન્ડ બીના નામથી ફેમસ છે.

આ પણ વાંચો:- કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ થયા સેલ્ફ આઈસોલેટ, શનિવારે અમિત શાહ સાથે કરી હતી મુલાકાત

ત્યારે બાંદીપોરના મુંતજિર નસીરનો અવાજ સાંભળીને બધા આનંદીત થઈ જાય છે. એક વર્ષ પહેલા જે દિવસે કલમ 37૦ હટાવવામાં આવી તે દિવસ હજી મુંતજિરના મગજમાં તાજો છે. એક વર્ષ પછી, મુંતજિરને આશા છે કે લોકડાઉન દૂર થયા પછી, તેના જેવા લોકો માટે સારા દિવસો આવશે.

તમને જણાવી દઇએ કે જન્મથી મુંતજિર જોઈ શકતા નથી, ભારતીય સેનાએ તેને મદદ કરી. સૈન્યએ મુંતજિરને હાર્મોનિયમ અને કીબોર્ડ પ્રદાન કર્યું. મુંતજિરમાં સમર્પણ, ક્ષમતા અને કુશળતાનો અભાવ નહોતો, આજે તેઓ ઘણાં પ્લેટફોર્મ પર પરફોર્મ કરે છે.

આ પણ વાંચો:- સુશાંત કેસ: મુંબઈ પોલીસને આખરે બિહાર પોલીસની તપાસથી શું પેટમાં દુખ્યું? કારણ સામે આવ્યું

કાશ્મીર હવે ગાઇ રહ્યું છે, રેપ કરી રહ્યું છે, આઝાદીની સાથે શ્વાસ લઇ રહ્યું છે. આ પથ્થરબાજોનું કાશ્મીર નથી, પરંતુ તે કાશ્મીર છે જે પહેલાથી હતું પણ તમારી પાસે પહોંચ્યું ન હતું. કાશ્મીરનું આ મનોહર ચિત્ર ઘણા લોકોના કાન અને આંખને અનુરૂપ નથી, પણ Zee News વચન આપે છે કે કોઈ પણ અમને આ ખુશી તમારા સુધી લાવવામાં રોકી શકશે નહીં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More