Home> India
Advertisement
Prev
Next

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ LOC પર BATના 2 કમાન્ડોને માર્યા ઠાર, 1 ભારતીય જવાન શહીદ

સુખવિંદર સિંહ(Sukhvinder Sinh) પંજાબના હોંશિયારપુર(Hoshiyarpur) જિલ્લાના ફતેહપુર ગામનો છે. સેના દ્વારા અપાયેલા નિવેદન અનુસાર, "રાઈફલમેન સુખવિંદર સિંહ એક બહાદ્દુર અને ઈમાનદાર સૈનિક હતો. રાષ્ટ્ર હંમેશાં સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યે સમર્પણ માટે તેમનું ઋણી રહેશે."

જમ્મુ-કાશ્મીરઃ સેનાએ LOC પર BATના 2 કમાન્ડોને માર્યા ઠાર, 1 ભારતીય જવાન શહીદ

જમ્મુઃ જમ્મુ-કાશ્મીરમાં(Jammu-Kashmir) નિયંત્રણ રેખા(LOC) પર સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરાયેલા ગોળીબારનો ભારતીય સેનાએ(Indian Army) તાત્કાલિક જવાબ આપ્યો હતો. બંને તરફથી થયેલા આ ગોળીબારમાં ભારતીય સેનાએ ઘુસણખોરીની ફિરાકમાં રહેલા પાકિસ્તાન બોર્ડર એક્શન ટીમના(BAT) બે એસએસજી(SSG) કમાન્ડોને ઠાર માર્યા છે. આ દરમિયાન ભારતીય સેનાના એક જવાન રાઈફલમેન સુખવિંદર સિંહ(21)ના(Sukhwinder Sinh) શહીદ થવાના પણ સમાચાર છે. 

સુખવિંદર સિંહ(Sukhvinder Sinh) પંજાબના હોંશિયારપુર(Hoshiyarpur) જિલ્લાના ફતેહપુર ગામનો છે. સેના દ્વારા અપાયેલા નિવેદન અનુસાર, "રાઈફલમેન સુખવિંદર સિંહ એક બહાદ્દુર અને ઈમાનદાર સૈનિક હતો. રાષ્ટ્ર હંમેશાં સર્વોચ્ચ બલિદાન અને ફરજ પ્રત્યે સમર્પણ માટે તેમનું ઋણી રહેશે."

fallbacks

BAT શું છે?
બેટ(BAT) એટલે કે પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ, જે ક્રૂરતાની તમામ મર્યાદાઓ ઓળંગી જાય છે. બેટ કમાન્ડો પર અનેક વખત ભારતીય સૈનિકોના શબને વિક્ષત કરવાનો આરોપ લાગતો રહ્યો છે. શહીદ હેમરાજનું માથું કાપી નાખવાનો આરોપ પણ બેટ કમાન્ડો પર જ લાગ્યો હતો. આ ટીમમાં સેનાના કમાન્ડોની સાથે આતંકવાદીઓ પણ સામેલ હોય છે. બેટ ભારત-પાકિસ્તાનની સરહદ પર એકથી 3 કિમીના વિસ્તારમાં હુમલાને અંજામ આપે છે. પાકિસ્તાની આર્મીના કેમ્પમાં બેટ કમાન્ડોને ટ્રેનિંગ આપવામાં આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More