Home> India
Advertisement
Prev
Next

J&Kમાં સુરક્ષાદળો આકરા પાણીએ, ગાંદરબલમાં અથડામણ, લશ્કરના 2 આતંકીઓનો ખાતમો

જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં આજે સવારે થયેલા આતંકીઓ સાથે અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો થયો હોવાના અહેવાલ છે.

J&Kમાં સુરક્ષાદળો આકરા પાણીએ, ગાંદરબલમાં અથડામણ, લશ્કરના 2 આતંકીઓનો ખાતમો

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં આજે સવારે થયેલા આતંકીઓ સાથે અથડામણમાં 2 આતંકીઓનો ખાતમો થયો હોવાના અહેવાલ છે. સુરક્ષાદળોને ગાંદરબલના ગુંડ વિસ્તારમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ, સીઆરપીએફ અને સેનાની જોઈન્ટ ટીમે સમગ્ર વિસ્તારને ઘેર્યો અને આતંકીઓએ પોતાને ઘેરાયેલા જોતા જ સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. બંને તરફથી થયેલા ફાયરિંગમાં બે આતંકીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે હજુ સુધી માર્યા ગયેલા આતંકીઓની લાશ મળી નથી. પરંતુ એવું કહેવાય છે કે તેઓ લશ્કર એ તૈયબના આતંકીઓ હતાં. આ બાજુ બાંદીપોરામાં પણ એક આતંકી માર્યો ગયો હોવાના અહેવાલ છે. 

'ચેક એન્ડ મેટ'ના ખેલમાં આ રીતે ગોથું ખાઈ ગઈ શિવસેના, ટાંકણે કોંગ્રેસની ગુગલીથી ઉદ્ધવ ક્લિન બોલ્ડ?

22 કલાક ચાલેલી અથડામણમાં લશ્કરના કમાન્ડર સહિત બે આતંકીઓ ઠાર
મળેલી માહિતી મુજબ જિલ્લાના લાવડારા વિસ્તારમાં એક રહેણાંક જગ્યાએ રવિવારે બપોરે સુરક્ષાદળોને બે આતંકીઓ છૂપાયેલા હોવાની માહિતી મળી હતી. જેના આધારે સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન ચલાવવામાં આવ્યું. એક અધિકારીએ જાણકારી આપતા કહ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ કર્યું અને જવાનોએ પણ જડબાતોડ જવાબ આપતા જોરદાર અથડામણ થઈ. 

જુઓ LIVE TV

લગભગ 22 કલાક ચાલેલા ઓપરેશનમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યાં. અધિકારીએ જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓમાંથી એકની ઓળખ પાકિસ્તાની મૂળના અબુ તલહા તરીકે થઈ છે. જે આતંકી સંગઠન લશ્કર એ તૈયબાનો ડિસ્ટ્રિક્ટ કમાન્ડર હતો. જ્યારે બીજો આતંકી સ્થાનિક હોવાનું કહેવાય છે. સુરક્ષાદળો માટે આ લોકોનો ખાતમો મોટી સફળતા મનાય છે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More