Home> India
Advertisement
Prev
Next

પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

ભારતની સાથે શાંતિની વાત કહેનારા પાકિસ્તાનની સેનાએ પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખી છે.

પાકિસ્તાને ફરી તોડ્યું સીઝફાયર, ભારતીય સેનાએ આપ્યો મુંહતોડ જવાબ

નવી દિલ્હી : ભારતની સાથે શાંતિની વાત કહેનારા પાકિસ્તાનની સેનાએ પોતાની નાપાક હરકતો ચાલુ જ રાખી છે. ગુરૂવારે સાંજે 6 વાગ્યાની આસપાસ જ્યારે એક તરફ વાઘા બોર્ડર પર વિંગ કમાન્ડર અભિનંદન પરત ફરી રહ્યા હતા. તો બીજી તરફ પાકિસ્તાની સેના જમ્મુ કાશ્મીરમાં સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહી હતી. 

સાંજે 6 વાગ્યે પાકિસ્તાની સેનાએ મેંઢર, કેજી અને મનકોટમાં ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાનની તરફથી મોર્ટાર મારો પણ કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો હતો. જો કે શાંતિની વાતો કરનાર પાકિસ્તાનનાં ચાવવાનાં અને દેખાડવાનાં દાંત અલગ અલગ છે. જે આ ગોળીબાર અને મોર્ટાર મારા બાદ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More