Home> India
Advertisement
Prev
Next

પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી જશો...

કુતરાની પૂંછડી વાંકી તે વાંકી કહેવત અનુસાર જ પાકિસ્તાન પોતાની હરકતો ચાલું રાખી રહ્યું છે. ભારતીય સીમાએ આ વર્ષે પાકિસ્તાને સતત સીઝફાયર નિયમનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ કાશ્મીર સરહદે એકેય દિવસ ખાલી નથી ગયો. સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી ઉઠશો. 

પાકિસ્તાનની નાપાક હરકત, સીઝફાયરના આંકડા જાણી તમે પણ ચોંકી જશો...

નવી દિલ્હી : પાકિસ્તાનની નાપાક હરકતો જોઇ એવું લાગી રહ્યું છે રંગ બદલવામાં તે કાંચિડાને પણ પાછળ રાખે એમ છે. પાકિસ્તાનની સરહદની સુરક્ષા કરતા પાક રેન્જર્સ હંમેશા જમ્મુ કાશ્મીર સહિત ભારતીય સીમામાં સીઝફાયર કરવાની ફિરાકમાં જ હોય છે. સતત ધાણીફૂટ ફાયરિંગ કરી ભારતીય સીમાએ રહેતા નિર્દોષ નાગરિકોને પોતાની ગોળીનો શિકાર બનાવે છે. નિર્દોષને ભોગ બનાવ્યા સિવાય જાણે ચેન પડતું નથી. આલમ એ છે કે આ વર્ષે એકેય દિવસ એવો નથી કે ફાયરિંગ ન થયું હોય.  ચાલુ વર્ષે અત્યાર સુધી 172 દિવસમાં પાક રેન્જર્સ દ્વારા ભારતીય સીમા પર કુલ 516 વખત ગોળીબારી કરવામાં આવી છે. આ જોતાં એવું કહી શકાય કે દિવસમાં બેથી ત્રણ વખત ફાયરિંગ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : J&Kમાં દેશ વિરોધી તત્વોની ખેર નથી: સૈન્યપ્રમુખ, DGPએ આપ્યો સંકેત

ભારતીય સરહદે અત્યાર સુધી થયેલ સીઝફાયરના સરેરાશ આંકડા કરતાં પણ ચાલુ વર્ષના આ આંકડા હેરત પમાડે એવા છે. ચાલુ વર્ષે થયેલ સીઝફાયર છેલ્લા ચાર વર્ષના કુલ આંકડા કરતાં પણ વધુ છે. ભારતીય સરહદે આવેલા ગામડાં અને અહીં ફરજ બજાવતા ભારતીય જવાનોને નિશાન બનાવી પાક રેન્જર્સ દ્વારા સતત ફાયરિંગ કરવામાં આવ્યું છે. 

આ પણ વાંચો : JK: હવે આતંકીઓને મળશે જડબાતોડ જવાબ, સરકારનું એલાન-સિઝફાયર ખતમ

છેલ્લા ચાર વર્ષમાં કુલ 1308 વખત ગોળીબારીની ઘટનાઓ બની છે. જેમાં સૌથી વધુ 2015માં પાક રેન્જર્સ દ્વારા 350 વખત ગોળીબારી કરવામાં આવી હતી. રોકેટ લોન્ચર જેવા ઘાતક હથિયારો દ્વારા પણ હુમલો કરાયો છે. જ્યારે ચાલુ વર્ષે માત્ર પાંચ મહિનામાં 516 વખત ફાયરિંગ થયું છે. જ્યારે વર્ષ 2014માં 127 વખત, 2016માં 204 અને 2017માં 111 વખત સીઝફાયર થયું છે.

દેશના અન્ય મહત્વના સમાચાર જાણવા, અહીં ક્લિક કરો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More