Home> India
Advertisement
Prev
Next

J&K: આતંકવાદીઓએ ફરી બિન-કાશ્મીરીઓને બનાવ્યા ટાર્ગેટ, 2 મજૂરોના મોત, ઇમરજન્સી એલર્ટ જાહેર

જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. કુલગામમાં થયેલા આતંકવાદી ફાયરિંગમાં બે બિન કાશ્મીરી મજૂરોના મોત થયા છે. મજૂર બિહારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

J&K: આતંકવાદીઓએ ફરી બિન-કાશ્મીરીઓને બનાવ્યા ટાર્ગેટ, 2 મજૂરોના મોત, ઇમરજન્સી એલર્ટ જાહેર

નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ હરકતને અંજામ આપ્યો છે. કુલગામમાં થયેલા આતંકવાદી ફાયરિંગમાં બે બિન કાશ્મીરી મજૂરોના મોત થયા છે. મજૂર બિહારના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 24 કલાકમાં આ ત્રીજો એવો આતંકવાદી હુમલો છે જેમાં બિન કાશ્મીરીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. 

બિન કાશ્મીરીઓને બનાવી રહ્યા છે ટાર્ગેટ
જોકે આતંકવાદી સેનાની કાર્યવાહીથી એટલા ગભરાઇ ગયેલા છે કે સામાન્ય નાગરિકોને, બિન કાશ્મીરીઓને અને ખાસકરીને હિંદુઓને પોતાનો ટાર્ગેટ બનાવી રહ્યા છે. થોડા દિવસો પહેલાં ઇદગાહ પાસે પાણીપુરીવાળા અરવિંદની હત્યા કરી દીધી હતી. તેના માથા પર ગોળી મારીને આતંકવાદીઓ ફરાર થઇ ગયા હતા. તો બીજી તરફ પુલવામામાં આતંકવાદીએ એક કારપેન્ટરને ગોળી મારી. હવે એકવાર ફરી આતંકવાદીઓએ ઘરમાં ઘૂસીને બિન કાશ્મીરી મજૂરો પર ફાયરિંગ કરી દીધું. વર્ષ 2021માં આતંકવાદીએ 30 નાગરિકોની હત્યા કરી ચૂક્યા છે. 

India-Pak મેચ રદ થશે? જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓની વચ્ચે કેંદ્રીય મંત્રીનું મોટું નિવેદન

ઇમરજન્સી એલર્ટ જાહેર
સતત થઇ રહેલી આતંકવાદી ઘટનાઓ ખાસકરીને બિન કાશ્મીરીઓને ટાર્ગેટ બનાવ્યા બાદ કાશ્મીર ઘાટીમાં ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેના હેઠળ કહેવામાં આવ્યું છે કે, આવી ઘટનાઓને રોકવા માટે તમામ બિન સ્થાનિક લોકોને પોલીસ સ્ટેશનો, આર્મી કેમ્પ અને અન્ય સિક્યોરિટી છાવણીમાં સુરક્ષા પુરી પાડવામાં આવશે. 

ટાર્ગેટ કિલિંગની નવી રણનીતિ?
તમને જણાવી દઇએ કે પાકિસ્તાન (Pakistan) ના ઇશારે આતંકવાદી જમ્મૂ કાશ્મીરમાં સિવિલયનને ટાર્ગેટ કિલિંગની નવી રણનીતિ પર ચાલી રહ્યા છે. ઓક્ટોબરમાં અત્યાર સુધી આતંકવાદી 4 હિંદુ-સિખ સહિત 7 સિવિલિયનની હત્યા કરી ચૂક્યા છે. શનિવારે શ્રીનગરમાં પાણીપુરી વેચનારાની હત્યા થઇ તે આ પ્રકારની 8મી ઘટના હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More