Home> India
Advertisement
Prev
Next

Exclusive: બોર્ડર પર કોઇ ગોટાળો કર્યો તો અમે પાક.માં અડધે સુધી પહોંચી જઇશું: સત્યપાલ મલિક

જમ્મુ કાશ્મીરની બે રાજકીય પરિવાર અંગે રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, કેન્દ્ર સરકારને પત્ર લખીને તેની બિનકાયદેસર સંપત્તીઓની તપાસ કરાવવાની માંગ કરીશ

Exclusive: બોર્ડર પર કોઇ ગોટાળો કર્યો તો અમે પાક.માં અડધે સુધી પહોંચી જઇશું: સત્યપાલ મલિક

કાશ્મીર : જમ્મુ કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે પાકિસ્તાનને ચેતવણી આપી છે. Zee News સાથે એક્સક્લુસિવ વાતચીતમાં સત્યપાલ મલિકે કહ્યું કે, જો પાકિસ્તાને કોઇ આછકલાઇ કરી દીધો તો આ વખતે અમે ખુબ જ અંદર મળીશું. બોર્ડર પર નહી મળીએ. તેમણે કહ્યું કે, અમારી એટલી તૈયારી છે કે અમે પાકિસ્તાનને સીમા પર કોઇ ગોટાળો નહી કરવા દઇએ. જો પાકિસ્તાને પ્રયાસ કર્યો તો આ વખતે અંદર સુધી ઘુસી જઇશું. તેમણે કહ્યું કે, સંબંધો અને વ્યાપાર ખતમ કરવાથી અમારું કંઇ નહી બગડે, તે પાકિસ્તાનનાં જ પક્ષમાં નથી.

તિરુપતિ મંદિરમાં ચાલુ થયું દેવસ્થાનમ પવિત્રોત્સવમ, દર્શન માટે ભક્તોની લાઇન
જમ્મુ કાશ્મીરનાં બે રાજકીય પરિવારો પર રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું કે, કેન્દ્ર સરકારને પત્ર લખી તેની બિનકાયદેસર સંપત્તીઓની તપાસ કરાવવાની માંગ કરીશ. કેન્દ્રીય એજન્સીઓ જો તપાસ કરશે તો જેલ જશે. બીજી તરફ મહેબુબા મુફ્તી પર સત્યપાલ મલિકે કહ્યું કે, કલમ 370 હટવાની વિરુદ્ધ રાજ્યમાં મહેબુબા મુફ્તીએ પ્રોપેગેંડા ફેલાવ્યો. લોકો ધીરે ધીરે નિર્ણયનો સ્પષ્ટ અર્થ સમજી રહ્યા છે. આર્ટિકલ 370 હટવી જમ્મુ કાશ્મીર અને લદ્દાખના વિકાસની રાહ છે. તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કોઇ પણ પ્રદર્શન નથી થયું, કોઇ પણ ગોળી નથી ચાલી. એટલુ જ નહી કોઇ ટિયરગેસના શેલ નથી છોડવામાં આવ્યા. તેમણે રાજ્યનાં યુવાનોને અપીલ કરતા કહ્યું કે, જમ્મુ કાશ્મીરનાં યુવા રાજનીતિમાં આગળ આવે અને પોતાનાં રાજ્યને આગળ વધારે.

કાશ્મીરમાં આગામી 7 દિવસ સરકારની અગ્નિ પરિક્ષા, મોદીના વિશેષ દુતે સંભાળી કમાન

પુર અંગે રાજનીતિ કરવાને બદલે અમારે સાથે આવવાની જરૂર: ઉદ્ધવ ઠાકરે
સત્યપાલ મલિકે કહ્યું કે, હોસ્પિટલમાં દવા ફ્રી છે. હોસ્પિટલ ખુલી છે. ઇદની તૈયારી પુર્ણ છે, સારી રીતે શાંતિથી ઇદ મનાવવામાં આવશે. એરપોર્ટ પર 2.24 કલાક તહેનાત છે. અલગ-અલગ હિસ્સામાં લંગર ચાલી રહ્યું છે. 2 મહિનાના રાશન સ્ટોક અમારી પાસે, મોબાઇલ વેન પણ રેશન માટે મોકલવામાં આવશે. 25 દિવસનું પેટ્રોલ ડિઝલનો સ્ટોક છે. કેરોસિન 60 દિવસનો સ્ટોક છે. 1600 કર્મચારીઓ સફાઇમાં લાગ્યા છે, સમગ્ર જમ્મુ કાશ્મીરમાં 10 હજાર કર્મચારીઓ લોકોની મદદમાં ફરજંદ છે. તમામ બેંકો ખુલી ચુકી છે. કાશ્મીરનાં 22 હજાર બાળક બહાર અભ્યાસ કરે છે. અમારા અધિકારી તે રાજ્યોમાં ફરજંદ છે. ડેપ્યુટી કમિશ્નરનાં ઓફીસમાં ટેલિફોનની ફ્રી લાઇન લગાવાઇ છે, આશરે 500 લોકો રોજિંદી રીતે ફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More