Home> India
Advertisement
Prev
Next

Mahmood Madani: જમીયત ચીફનું નિવેદન, 'ઈસ્લામ સૌથી જૂનો ધર્મ', બળાપો કાઢતા વધુ શું કહ્યું તે જાણો

દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા એ હિંદનું 34મું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. તેની અધ્યક્ષતા જમીયત ચીફ મૌલાના મહેમૂદ મદની કરી રહ્યા છે. એજન્સીના જણાવ્યાં મુજબ શુક્રવારે મદનીએ ઈસ્લામોફોબિયા પર વાત કરતા કહ્યું કે ભારત જેટલું નરેન્દ્ર મોદીનું અને મોહન ભાગવતનું છે એટલું જ મહેમૂદ મદનીનું પણ છે.

Mahmood Madani: જમીયત ચીફનું નિવેદન, 'ઈસ્લામ સૌથી જૂનો ધર્મ', બળાપો કાઢતા વધુ શું કહ્યું તે જાણો

દિલ્હીના રામલીલા મેદાનમાં જમીયત ઉલેમા એ હિંદનું 34મું સત્ર શરૂ થઈ ચૂક્યું છે. તેની અધ્યક્ષતા જમીયત ચીફ મૌલાના મહેમૂદ મદની કરી રહ્યા છે. એજન્સીના જણાવ્યાં મુજબ શુક્રવારે મદનીએ ઈસ્લામોફોબિયા પર વાત કરતા કહ્યું કે ભારત જેટલું નરેન્દ્ર મોદીનું અને મોહન ભાગવતનું છે એટલું જ મહેમૂદ મદનીનું પણ છે. તેમણે વધુમાં કહ્યું કે આ ધરતી ખુદાના સૌથી પહેલા પયગંબર અબ્દુલ બશર સઈદાલા આલમની જમીન છે. આથી ઈસ્લામને એમ કહેવું કે બહારથી આવ્યો છે તે ધરાર ખોટું છે અને પાયાવિહોણું છે. ઈસ્લામ સૌથી જૂનો ધર્મ છે. 

સત્રને સંબોધતા મદનીએ કહ્યું કે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ નફરત અને ઉશ્કેરણીના કેસોમાં દેશની અંદર અચાનક વધારો થવા લાગ્યો છે. દુ:ખની વાત એ છે કે સરકારને આ ઘટનાઓ વિશે ખબર છે પરંતુ તેમણે પોતાનો દ્રષ્ટિકોણ શુતુરમુર્ગ (ઓસ્ટ્રિચ) જેવો બનાવી લીધો છે. તેમણે માંગણી કરી કે અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસા ભડકાવનારાઓને સજા આપવા માટે વિશેષ કાયદો બનાવવો જોઈએ. 

દેશના મહત્વકાંક્ષી પ્રોજેક્ટનું PM કરશે ઉદ્ધાટન, સુરત-વડોદરાવાસીઓને ચાંદી જ ચાંદી

ગાત્રો થીજવી દે તેવી ઠંડી બાદ હવે ભીષણ ગરમીની આગાહી, આ 3 મહિના રહેશે ખુબ ભારે!

મોદી સરકારે આપી મહિલાઓને મોટી ભેટ, થશે આ જબરદસ્ત મોટો ફાયદો

જમીયતના સત્રમાં કહેવાયું કે સંસ્થા સરકારનું ધ્યાન એ વાત પ્રત્યે આકર્ષિત કરવા માંગે છે કે દેશ અખંડિતત સુનિશ્ચિત કરતા સકારાત્મક છબી કેવી રીતે બનાવવામાં આવે. જમીયતે નફરત ફેલાવનારા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહીનો પ્રસ્તાવ રજૂ કર્યો. અત્રે જણાવવાનું કે યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા વચ્ચે જમીયતે આ અધિવેશન દેશના અલગ અલગ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની બરાબર પહેલા બોલાવ્યું છે. તેમાં સમાજના પ્રતિષ્ઠિત ઉલેમા અને પ્રતિનિધિઓ સિવિલ કોડ સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. 

100 વર્ષ જૂનું છે જમીયત ઉલેમા-એ-હિંદ સંગઠન
જમીયત ઉલેમા-એ-હિંદ મુસલમાનોનું 100 વર્ષ જૂનું સંગઠન છે. જમીયત મુસલમાનોનું સૌથી મોટું સંગઠન હોવાનો દાવો કરે છે. તેના એજન્ડામાં મુસલમાનોના રાજનીતિક-સામાજિક અને ધાર્મિક મુદ્દાઓ રહે છે. આ સંગઠન ઈસ્લામ સંલગ્ન દેવબંદી વિચારધારાને માને છે. દેવબંદની સ્થાપના વર્ષ 1919માં તત્કાલિક ઈસ્લામિક વિદ્વાનોએ કરી હતી. તેમાં અબ્દુલ બારી ફિરંગી મહલી, કિફાયુતલ્લાહ દેહલવી, મોહમ્મદ ઈબ્રાહિમ મીર સિયાલકોટી અને સનાઉલ્લાહ અમૃતસરી હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More