Home> India
Advertisement
Prev
Next

J&K: શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, જૈશનો IED એક્સપર્ટ ઠાર

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.

J&K: શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, જૈશનો IED એક્સપર્ટ ઠાર

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યાં જેમાંથી એક દક્ષિણ કાશ્મીરનો ટોચનો જૈશ કમાન્ડર મુન્ના લાહોરી હતો. શુક્રવાર મોડી  રાતે સુરક્ષાદળોને ગુપ્ત બાતમી મળી હતી કે શોપિયા જિલ્લામાં મુન્ના લાહોરી પોતાના સહયોગીઓ સાથે છૂપાઈ બેઠો છે અને કોઈ મોટી વારદાતને અંજામ આપી શકે છે. બાતમીના આધારે સુરક્ષાદળોએ સ્થાનિક પોલીસ સાથે મળીને અભિયાન ચલાવ્યું અને જૈશ કમાન્ડરને ઠાર કર્યો. 

જમ્મુ કાશ્મીરના માછિલ સેક્ટરમાં પાકિસ્તાનના ફાયરિંગમાં ભારતીય જવાન શહીદ 

એક પોલીસ અધિકારીએ આ એન્કાઉન્ટર અંગે જાણકારી આપતા કહ્યું કે એન્કાઉન્ટરમાં જૈશ કમાન્ડર મુન્ના લાહોરીને સુરક્ષાદળોએ ઠાર કર્યો છે. પાકિસ્તાનનો આ આતંકવાદી IED બનાવવામાં અને સ્થાનિક ક્ષેત્રમાં નાગરિક હત્યાના બનાવો માટે જવાબદાર હતો. જૈશએ તેનો બેલ્ટમાં ભરતી કરવા માટે પણ ઉપયોગ કર્યો હતો. 

સુરક્ષાદળોના કાફલા પર હુમલા માટે જવાબદાર
પોલીસ અધિકારીએ જણાવ્યું કે માર્યો ગયેલો જૈશનો કમાન્ડર મુન્ના લાહોરી 30-3-2019ના રોજ બનિહાલમાં સુરક્ષા દળોના કાફલા પર થયેલા આંશિક કાર  બ્લાસ્ટ મામલે જવાબદાર હતો. 

કોણ હતો આ મુન્ના લાહોરી
મુન્ના લાહોરી એક IED વિશેષજ્ઞ તરીકે ગણાતો હતો અને તેણે પોતાના સાથીઓની સાથે પુલવામા-શોપિયા બેલ્ટમાં પોતાનો ઓપરેશનલ બેઝ બનાવ્યો હતો. અહીં તે સ્થાનિક સામગ્રીઓથી IED બનાવવા માટે કાશ્મીરી યુવાઓને તાલીમ આપતો હતો. કહેવાય છે કે વાહનોમાં ફીટ કરાયેલા IEDs બનાવવામાં ઉસ્તાદ લાહોરી ગત વર્ષે કાશ્મીરમાં ભારે પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ સાથે ઘૂસણખોરી કરવામાં સફળ થયો હતો. 

પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનનો આ આતંકી IED બનાવવામાં અને સ્થાનિક ક્ષેત્રમાં નાગરિકોની હત્યા માટે જવાબદાર હતો. જૈશ સંગઠનમાં નવા યુવાઓની ભરતી માટે પણ મુન્નો જવાબદાર હતો. બનિહાલ હુમલા ઉપરાંત 17-6-2019ના રોજ અરિહલ પુલવામામાં સેનાના વાહન પર જે ઘાતક કાર વિસ્ફોટ થયો હતો તેના પાછળ પણ મુન્નાનો હાથ હતો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક... 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More